કમલેશ તિવારીના ત્રણેય હત્યારાઓને યુપી પોલીસને સોંપાયા, વહેલી સવારે યુપી લઈ જવાયા

યુપીમાં હિન્દુ મહાસભા ના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) માં પકડાયેલા સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા છે. મોડી યુપી પોલીસ (UP Police) ગુજરાત પહોંચી હતી. ગુજરાત એટીએસએ (Gujarat ATS) આરોપીઓને યુપી પોલીસને સોંપ્યા હતા. ત્રણેય આરોપીઓને ફ્લાઇટ મારફતે યુપી લઈ જવાયા હતા. ત્રણેયને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી રવાના કરાયા હતા. 
કમલેશ તિવારીના ત્રણેય હત્યારાઓને યુપી પોલીસને સોંપાયા, વહેલી સવારે યુપી લઈ જવાયા

ઉદય રંજન/અમદાવાદ :યુપીમાં હિન્દુ મહાસભા ના નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) માં પકડાયેલા સુરત (Surat)ના ત્રણેય આરોપી રશીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાને મોડી રાત્રે યુપી લઈ જવાયા છે. મોડી યુપી પોલીસ (UP Police) ગુજરાત પહોંચી હતી. ગુજરાત એટીએસએ (Gujarat ATS) આરોપીઓને યુપી પોલીસને સોંપ્યા હતા. ત્રણેય આરોપીઓને ફ્લાઇટ મારફતે યુપી લઈ જવાયા હતા. ત્રણેયને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી રવાના કરાયા હતા. 

હાલ યુપીના હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીનો હત્યાકાંડ ચર્ચામાં છે. સુરતના યુવકો કમલેશ તિવારીની શુભેચ્છા મુલાકાત લેવા ગયા હતા, અને તેઓએ તિવારીની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારે આખરે ત્રણેય આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા હતા. યુપી પોલીસે ગુજરાત એટીએસની મદદથી સુરત લિંબાયતના ગ્રીનવ્યૂ એપાર્ટમેન્ટમાંથી ત્રણેય આરોપીઓને પકડ્યા હતા. 

ત્રણેય આરોપીઓને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરીને તપાસ માટે યુપી-લખનઉ લઈ જવાના હોવાથી ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કરવા વિનંતી કરી હતી. તેના બાદ સોમવારે વહેલી સવારે આરોપીઓને યુપી લઈ જવાયા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news