ઝી મીડિયા/બ્યૂરો :જામનગરમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જામનગરના જામજોધપુરમા મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જામજોધપુરમાં રાત્રે 4 કલાકમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમા ચાલુ સિઝનમાં સીઝનનો કુલ 124.77 % વરસાદ વરસ્યો છે. તો કાલાવડમાં ચાલુ સીઝનનો 143.55 % વરસાદ વરસ્ય છે. જામનગર શહેરમા રાત્રે છુટક વરસાદી ઝાપટા પડ્યા હતા. 


સુરત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400ને પાર, 24 કલાકમાં 14 દર્દીના મોત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હોવાનું હવામાન ખાતાના આંકડા બતાવે છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટયું છે. સવારથી અત્યાર સુધી માત્ર 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ, સવારથી રાજ્યમાં નહિવત વરસાદ છે. 


મહેલ જેવો આલિશાન છે શિલ્પા શેટ્ટીનો બંગ્લો,  VIDEOS માં જુઓ INSIDE LOOK


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જામજોધપુરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણના સિધ્ધપુર, રાજ્યના પાટનગર ગાંધીનગર અને ખેડાના કપડવંજમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોણા 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ખેડાના કઠલાલ, પાટણના સરસ્વતી, બનાસકાંઠાના દાતીવાડા અને દાહોદના ફતેપુરામાં સવા ઇંચ થી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. આમ, 24 કલાકમાં રાજ્યના 17 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. 


વરસાદને કારણે 18 રસ્તા બંધ
વરસાદના કારણે રાજ્યમાં હાલ 18 રસ્તાઓ બંધ કરાયા છે. જેમાં 2 સ્ટેટ હાઇવે પણ બંધ છે. તેમાં જામનગર અને પોરબંદરના સ્ટેટ હાઈવે બંધ છે. આ ઉપરાંત 1 આંતરિક રસ્તો પણ બંધ છે.તો પંચાયતના 15 રસ્તાઓ બંધ થયા છે. જેમાં રાજકોટના 3, જામનગરમાં 1, જૂનાગઢમાં 3 અને પોરબંદરના 8 રસ્તાઓ બંધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર