સુરત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400ને પાર, 24 કલાકમાં 14 દર્દીના મોત
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં હવે કોરોનાનો આંકડો સ્થાનિક લોકોની સાથે સાથે સરકારને પણ ડરાવી રહ્યો છે. સુરતમાં ગઈકાલે 217 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંકડો 8907 પર પહોંચી ગયો છે. પરંતુ નવા કેસ કરતા પણ ચોંકાવનારો આંકડો મોતનો છે. સુરત સહિત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400 ને પાર પહોંચી ગયો છે. ગઈકાલે સુરતમાં વધુ 6 દર્દીઓ મોતને ભેટ્યા છ. તો એક જ દિવસમાં કોરોના પોઝિટિવ 14 દર્દીઓના મોત નિપજ્યાં છે. સુરત ના 11 અને જિલ્લાના 3 દર્દીઓના મોત નિપજ્યાં છે. જે સાથે કુલ મૃત્યુઆંક 401 (51 જિલ્લાના) થઈ ગયો છે.
ચિંતાજનક સુરતની સ્થિતિનો ચિતાર મેળવવા ગઈકાલે દિલ્હી એઇમ્સની ટીમ સુરત પહોંચી છે. ચાર્ટર્ડ પ્લેનથી આખી ટીમ સુરત પહોંચી હતી. જેના બાદ આજે મીટિંગનું પ્લાનિંગ કરાયું છે. કેન્દ્રની ટિમ સુરતમાં એક્ટિવ થઈ છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબ, મેડિકલ એસો., આરએમઓ, ડીન સહિતના અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ ટીમ બેઠક બાદ કન્ટેઈન્મેન્ટ ઝોનની મુલાકાત લેશે. તેમજ કોરોનાથી વધુ અસરગ્રસ્ત એવા લિબાયત, કતારગામ અને વરાછા ઝોનની મુલાકાત લેશે. 11 વાગ્યે એઈમ્સની ટીમ સુરતથી ગાંધીનગર જવા રવાના થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે