24 કલાકમાં ગુજરાતના 188 તાલુકામાં વરસાદ, બનાસકાંઠામાં મોડી રાત્રે યુવાન ડૂબ્યો
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. રાજ્યમા છેલ્લા 24 કલાક દરમિયાન 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ (heavy rain) નોંધાયો છે. તો સુરતના જ માંગરોળમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરૂચના નેત્રંગ, જૂનાગઢના કેશોદ અને નર્મદાના દેવ્યાપાડામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 11 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 38 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે બિલકુલ સામાન્ય વરસાદ 19 તાલુકામાં જોવા મળ્યો છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા :હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. રાજ્યમા છેલ્લા 24 કલાક દરમિયાન 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ વરસાદ (heavy rain) નોંધાયો છે. તો સુરતના જ માંગરોળમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરૂચના નેત્રંગ, જૂનાગઢના કેશોદ અને નર્મદાના દેવ્યાપાડામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 11 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 38 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે બિલકુલ સામાન્ય વરસાદ 19 તાલુકામાં જોવા મળ્યો છે.
ભારતમાં કોઝીકોડ જેવા અન્ય રનવે પણ એવા છે, જ્યાં લેન્ડિંગ છે અતિ ખતરનાક
બનાસકાંઠા જિલ્લામાં પણ 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ડીસામાં 45 મિમી, અમીરગઢમાં 20 મિમી, કાંકરેજમાં 9 મિમી, થરાદમાં 17 મિમી, દાંતામાં 5 મિમી, દાંતીવાડામાં 45 મિમી, દિયોદરમાં 35 મિમી, ધાનેરામાં 16 મિમી,
પાલનપુરમાં 44 મિમી, ભાભરમાં 7 મિમી, લાખણીમાં 21 મિમી, વડગામમાં 40 મિમી, સુઇગામમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. વાવ તાલુકાને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.
સુરતમાં ફેલાતો કોરોનાને અટકાવવા ડુમસ બીચ પર પ્રતિબંધ મૂકાયો
બનાસકાંઠાના ડીસા વાડી રોડના નાળામાં મોડી રાત્રે એક યુવક ગટરમાં ખાબક્યો હતો. ભેરાજી લુહાર નામનો યુવાન ગટરના નાળામાં ડૂબ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા જ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આખી રાત ગટરમાં યુવકની શોધખોળ કરવામાં આવી હતી. જેના બાદ વહેલી સવારે યુવકનો મૃતદેહ મળ્યો હતો. હાલ યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. વહેલી સવાર ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર