ભારતમાં કોઝીકોડ જેવા અન્ય રનવે પણ એવા છે, જ્યાં લેન્ડિંગ છે અતિ ખતરનાક

કોરોના મહામારી દરમિયાન શુક્રવારની સાંજ દુખદ બની હતી. દૂબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ (KozhikodeAirCrash) ના રનવે પર લપસી પડ્યું હતું અને આગળ વધીને ઘાટીમાં પડ્યું હતું. ઘટના એટલી ભયાવહ હતી કે, તેની તસવીરોથી જ અંદાજ લગાવી શકાય છે. પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘટનાને લઈને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ પહેલી નજરમાં આ ભીષણ દુર્ઘટનાનું એક ભૌગોલિક કારણ પણ છે. કોઝીકોડના કારીપુર નામના સ્થાન પર બનેલ આ એરપોર્ટ ઘાટી અને પહાડીઓની વચ્ચે બનેલું છે. એટલે કે, રનવે માટે પૂરતો એરિયા નથી. આવામાં વિમાનને ટેકઓફ કરવા કે લેન્ડિંગ કરવા માટે લાંબો રનવે ટ્રેક મળતો નથી. જેથી અસાવધાની થઈ અને તેનુ પરિણામ આ દુર્ઘટના હતી. 

Updated By: Aug 8, 2020, 08:46 AM IST
ભારતમાં કોઝીકોડ જેવા અન્ય રનવે પણ એવા છે, જ્યાં લેન્ડિંગ છે અતિ ખતરનાક

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી દરમિયાન શુક્રવારની સાંજ દુખદ બની હતી. દૂબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ (KozhikodeAirCrash) ના રનવે પર લપસી પડ્યું હતું અને આગળ વધીને ઘાટીમાં પડ્યું હતું. ઘટના એટલી ભયાવહ હતી કે, તેની તસવીરોથી જ અંદાજ લગાવી શકાય છે. પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘટનાને લઈને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ પહેલી નજરમાં આ ભીષણ દુર્ઘટનાનું એક ભૌગોલિક કારણ પણ છે. કોઝીકોડના કારીપુર નામના સ્થાન પર બનેલ આ એરપોર્ટ ઘાટી અને પહાડીઓની વચ્ચે બનેલું છે. એટલે કે, રનવે માટે પૂરતો એરિયા નથી. આવામાં વિમાનને ટેકઓફ કરવા કે લેન્ડિંગ કરવા માટે લાંબો રનવે ટ્રેક મળતો નથી. જેથી અસાવધાની થઈ અને તેનુ પરિણામ આ દુર્ઘટના હતી. 

અમદાવાદ : હવે ખુદ ફાયર વિભાગ ભેરવાયું, અનેક હોસ્પિટલોએ NOC માટે અરજી કરી છતાં ઈન્સ્પેક્શન ન કર્યું 

ભૂગોળની ભાષામાં ભૌગોલિક દ્રષ્ટિથી જોઈએ
ભૂગોળની ભાષામાં પર્વત-ઘાટીની વચ્ચે આ સમતલ ક્ષેત્ર ટેબલટોપ કહેવાય છે. એટલે સમુદ્ર સ્થળથી ઉંચાઈ મળે છે. પરંતુ શીર્ષ હિસ્સો શંકુ આકાર કે ચોટીમાં ન હોઈને સમતલ હોય છે. કંઈક એવી રીતે કે, જમીનથી ઉંચાઈ પર સમતલ જગ્યા હોય. ભારતમાં આવા સ્થળો પર અનેક જગ્યાએ એરપોર્ટ બનાવવામાં આવ્યા છે.  

મેંગલુરુમાં ટેબલટોપ એરપોર્ટ
કોઝીકોડ દેશનું એકમાત્ર ટેબલટોપ એરપોર્ટ નથી. પરંતુ કર્ણાટકના મેંગલુરુમાં સ્થિત એરપોર્ટ પણ ટેબલટોપ છે. 10 વર્ષ પહેલા અહી પણ ઘટના બની ચૂકી છે. એ ઘટનામાં વિમાન ઘાટીમાં પડ્યું હતું, અને જેને કારણે આગ લાગી હતી. 

સુરતમાં ફેલાતો કોરોનાને અટકાવવા ડુમસ બીચ પર પ્રતિબંધ મૂકાયો

મિઝોરમનુ લેંગપુઈ એરપોર્ટ 
પૂર્વોત્તરમાં આવેલ રાજ્ય મિઝોરમમાં પણ એક એવું એરપોર્ટ છે. જ્યાં લેન્ડિંગના સમયે શ્વાસ અદ્ધર થઈ જાય છે. પહાડી પરથી પડતા ઝરણા અને વહેતી નદીઓની વચ્ચે બનેલ આ એરપોર્ટનો રનવે 2500 મીટર લાંબો છે. ટેબલટોપવાળી સ્થિતિને કારણે અહીં વિમાનના લેન્ડિંગ અને ટેકઓફ માટે બહુ જ સાવધાની રાખવામાં આવે છે. આ રનવે પાયલટને ઓપ્ટિકલ ભ્રમ પેદા કરે છે. 

શું હોય છે ઓપ્ટિકલ ઈલ્યુઝન
હકીકતમાં ઓપ્ટીકલ ઈલ્યુઝન ભૌતિક વિષયનો શબ્દ છે. વસ્તુ અને પ્રકાશના પરિવર્તનથી જોનારાઓને ભ્રમ પેદા થાય છે. હકીકતમાં, જ્યારે પઠારી રનવે બંને તરફ ઢાળની સ્થિતિ અને ઘાટી હોય છે, તો મુસાફરોને પહાડી પર બનેલ એરપોર્ટ તેમજ નીચે મેદાની વિસ્તાર સમાંતર નજર આવવા લાગે છે. મિઝોરમનું એરપોર્ટ નદીઓને સમાંતર છે, તેથી આ ભ્રમની સ્થિતિ અહી વધુ બની જાય છે. 

અન્ય ખતરનાક રનવે
ગોવાનું ઈન્ટરનેશનલ ડેબોલિમ એરપોર્ટ લેન્ડિંગના સમયે મુસાફરોને સિટ્ટી-પિટ્ટી ગુલ કરી દે છે. અરબ સાગરના એકદમ ઉપરથી પસાર થવું એકદમ રોમાંચક પેદા કરે છે અને ડરાવનો અનુભવ પણ આપે છે. તો લેહનું કુશોક બાકુલા રિમપોચી એરપોર્ટ બરફથી ઢંકાયેલા પહાડીઓની વચ્ચે છે. વધુ ઉંચાઈ પર સ્થિત આ એરપોર્ટના રનવે પણ ભ્રમની સ્થિતિ પેદા કરે છે. હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલ ગગ્ગલ એરપોર્ટ પણ ડરાવનું લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર