અમદાવાદ: ગઇકાલે રવિવારથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. જામજોધપુરના નરમાણા ગામમાં બપોરે વાદળ ફાટતાં 3 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી ગામમાં પાણી ભરાઇ ગયું હતું. કાલવડમાં બપોરે 2 થી 6 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ, જ્યારે છોટા ઉદેપુરમાં 7.5 ઇંચ, ક્વાંટ તાલુકામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરી વિસ્તારોમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પૂર આવી ગયું છે. સૌરાષ્ટ્રના માણાવદરમાં 5, જૂનાગઢ વંથલીમાં 4 ઇંચ વરસાસ ખાબક્યો છે. આ ઉપરાંત કેશોદ, મેદરડામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. ગિરનારની સીડીઓ પર પાણી ભરાઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં 4 ઇંચ, જેતપુરમાં 3.5 અને ટંકારામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ ઉત્ત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઉંઝામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ, પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, મોરવાહડગમાં 2.5 ઇંચ, જાબુંઘોડા અને શહેરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.


ભારે વરસાદના લીધે કાલાવાડ પાસે જેસીબી તણાયું હતું તો જામનગર પાસે પુલ ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેરના ઓળ ગામે રહેતા બે યુવાનોએ પાનેલીના વોકળો પાર કરવા જતાં બન્ને યુવાન ડૂબવા લાગ્યા હતા. વોંકળો બે કાંઠે જઈ રહ્યો હોય અને તેમાં બન્ને યુવાનને ડૂબતા બચાવી લીધા હતા.


છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. ઓરસંગ નદીમાં સિઝનમાં ચોથીવાર પુર આવ્યું છે. હેરણ નદીમાં પુર આવતા નદી ગાંડીતુર બની છે. હેરણ નદીમાં પુર આવતા બોડેલીના કોસિન્દ્રા ચિખોદર વચ્ચેનું ડાયવર્ઝ ધોવાયું છે. 


ક્વાંટના ખંડીબાર જવાના રસ્તે કોઝવે ધોવાઇ જતા પ્રસુતા મહિલા નવજાત બાળક સાથે અટવાઇ હતી. કોઝવે પર પાણી ફરી વળતા પરત હોસ્પિટલ લઇ જવાઇ હતી. બપોરના 3 વાગ્યે એમ્બ્યુલન્સમાં લવાતા રસ્તો ધોવાઇ જતો સામે છેડે વાહન વ્યવસ્થા કરાઇ હતી. કોઝવે ધોવાઇ જતા પ્રસુતાને ઘરે લઇ જવા માટે સામે છેડે વાહનની વ્યવસ્થા કરીને મોકલવામાં આવી હતી. 


રાજકોટ જિલ્લામાં સ્ટેટ હાઇવે સહિત કુલ 55 રસ્તા બંધ થઇ ગયા છે. છોટા ઉદેપુર પંચાયતમાં 19, તાપી પંચાયતમાં 3, વલસાડ પંચાયતમાં 24, ડાંગ પંચાયતમાં 2 અને રાજકોટમાં સ્ટેટ હાઇવે બંધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube