હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતભરમાં આજે જન્માષ્ટમી (Janmastami) નો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યાં આકાશમાંથી પણ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક છે. ખુશનુમા વાતાવરણને કારણે લોકોમાં પણ ઉત્સવની ઉજવણીનો આનંદ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ વરસાદ (heavy rain) ના આપેલા આંકડા પર એક નજરી કરીએ તો, રાજ્યમાં સવારથી આઠ વાગ્યા અત્યાર સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો સુરતના માંગરોળમાં 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના હાલોલમાં અને કચ્છના મુદ્રામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 


ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ શરૂ.... 


  • સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સવા સાત ઇંચ વરસાદ વરસ્યો છે. 

  • સુરતના માંડવીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

  • નવસારીના ખેરગામમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

  • સુરતના માંગરોળમાં પોણા પાંચ ઇંચ વરસાદ

  • વલસાડના ધરમપુર અને સુરતના કામરેજમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ

  • સુરતના બારડોલીમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ

  • દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ


રાશિફળ 12 ઓગસ્ટ: આજે જન્માષ્ટમી પર 6 રાશિ પર થશે બાળ ગોપાલની કૃપા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ૨૪ કલાકમાં ૭ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૭ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 29 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 70 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ, સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે. રાત્રિના સમયે જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ પર એક નજર કરીએ....


  • બારડોલી : 4.25 ઇંચ

  • કામરેજ : 4.5 ઇંચ

  • માંડવી : 6 ઇંચ

  • માંગરોળ: 5.72 ઇંચ

  • ઉમરપાડા : 7.25 ઇંચ

  • મહુવા : 2 ઇંચ

  • ઓલપાડ : 2 ઇંચ

  • પલસાણા :2.5 ઇંચ

  • ચોર્યાસી : 1.75 ઇંચ


રશિયાની કોરોના રસી બન્યાના 24 કલાકમાં જ ઉઠ્યા સવાલો  


વડોદરામાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગત રાત્રિથી સતત વરસાદ છે. જેમાં હરીનગર, ગોત્રી, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, વાઘોડિયા રોડ, આજવા રોડ, સુભાનપુરા વિસ્તારમાં વરસાદી માહોલથી લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. તો ડેસરમાં 1.5 ઇંચ, પાદરામાં 2 ઇંચ, સાવલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર