રશિયાની કોરોના રસી બન્યાના 24 કલાકમાં જ ઉઠ્યા સવાલો

રશિયાએ કોરોના વાયરસ (Coronavirus) ની પહેલી વેક્સીન તૈયાર કર્યાનો દાવો કર્યો છે, પરંતુ આ દાવા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.....

રશિયાની કોરોના રસી બન્યાના 24 કલાકમાં જ ઉઠ્યા સવાલો

ઝી મીડિયા/બ્યૂરો :રશિયાએ કોરોના વાયરસ (Coronavirus) ની પહેલી વેક્સીન તૈયાર કર્યાનો દાવો કર્યો છે, પરંતુ આ દાવા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને (Vladimir Putin) મંગળવારે જાહેરાત કરી કે, કોરોનાની વેક્સીન સ્પૂતનિક V (Sputnik V)  તૈયાર કરી લેવાઈ છે. રશિયાનું કહેવું છે કે, વેક્સીનને દેશમાં મોટાપાયા પર ઉપયોગની મંજૂરી મળી ગઈ છે અને તે દુનિયા માટે બહુ જ મહત્વપૂર્ણ પગલું છે. રાષ્ટ્રપતિ પુતિને વેક્સીનને લઈને એક્સપર્ટના અનેક સવાલોના જવાબ આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની દીકરી પર આ વેક્સીન લગાવાવમાં આવી છે. 

જોકે, એવી અનેક વાતો છે, જે રશિયાના દાવા પર શંકા પેદા કરે છે. આ ઉપરાંત વિશ્વ સ્વાસ્થય સંગઠન અને અમેરિકા આ વાત સંપૂર્ણ રીતે માનવા તૈયાર નથી કે, રશિયાએ આટલી જલ્દી વેક્સીન બનાવી લીધી છે. રશિયાના એસોસિયેશન ઓફ ક્લીનિકલ ટ્રાયલ ઓર્ગેનાઈઝેશને (ACTO) હાલ અધિકારીક ટીકાના રૂપમાં સ્પતનિક વી નું રજિસ્ટ્રેશન કરવા કહ્યું છે. તેમનું કહેવું છે કે, રજિસ્ટ્રેશન પહેલા મોટાપાયા પર ટ્રાયલ કરવું જોઈએ. 

રશિયાના ઉપ પ્રધાનમંત્રીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે, વેક્સીનનું ઔદ્યોગિક ઉત્પાદન સપ્ટેમ્બરમા શરૂ કરવામાં આવશે. રશિયાની એક સરકારી વેબસાઈટના જણાવ્યા અનુસાર, આ હિસાબથી વેક્સીન જાન્યુઆરી 2021 સુધી તૈયાર થવાની શક્યતા હતી. મોસ્કોએ વેક્સીનની કિંમત વિશે કંઈ કહ્યું નથી. 

સ્પૂતનિક વીનું ટ્રાયલ 18 જૂનના રોજ શરૂ થયું હતું. જેમાં વોલિન્ટયરની સંખ્યા 100 થી ઓછી હતી. વેક્સીનના તૈયાર થવા માટે અનેક પાસામાંથી પસાર થવું છે. પહેલા ચરણમાં કેટલાક લોકો પર તેનું પરીક્ષણ કરવામાં આવે છે. બીજા ચરણમાં આ સંખ્યા વધી
જાય છે અને ત્રીજા ચરણમાં હજારો લોકો પર ટ્રાયલ કરવામાં આવે છે. તેના બાદ વેક્સીનને મંજૂરી આપવામાં આવે છે. તેના બાદ તેનું ઉત્પાદન શરૂ થાય છે. જ્યારે કે રશિયાની વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલનું અંતિમ ચરણ ચાલુ છે. તેનો અર્થ એ છે કે, વેક્સીનની
પ્રભાવકારિતા અને સુરક્ષાની બાબતની માહિતી મેળવવાનું ટેસ્ટીંગ થવું હજી બાકી છે. 

તો અમેરિકાના એક્સપર્ટ એન્થોની ફૌંસીએ રશિયાના આ ફાસ્ટ ટ્રેક દ્રષ્ટિકોણ પર સવાલ ઉઠાવ્યા છે. WHO એ વેક્સીન પર મહોર લગાવી નથી. એજન્સીના પ્રવક્તા તારિક જસારેવિકે જણાવ્યું કે, અમે રશિયા હેલ્થ ઓથોરિટીઝની સાથે સંપર્કમાં છીએ. વેક્સીનના સંબંધિત WHO ની સંભવિત પ્રી-ક્વોલિફિકેશનને લઈને વાતચીત થઈ રહી છે. જસારેવિકના જણાવ્યા અનુસાર, કોઈ પણ વેક્સીનની પ્રી-ક્વોલિફિકેશનમાં જરૂરના તમામ સુરક્ષા અને ક્ષમતા ડેટાની કઠોર સમીક્ષા અને મૂલ્યાંકન સામેલ છે. આ વેક્સીનને રશિયાની ગમેલ્યા રિસર્ચ ઈન્ડસ્ટ્રીઝે દેશની ડિફેન્સ ફોર્સ સાથે મળીને બનાવી છે. 

વિશ્વ આર્થિક મંચના જણાવ્યા અનુસાર, આ પ્રભાવી ટીકા વિકસીત થવામાં ઓછામાં ઓછો 10 વર્ષનો સમય લાગે છે અને તેના પર $500 મિલિયનથી વધુ ખર્ચ થાય છે. આ સંદર્ભે જોઈએ તો રશિયાએ બહુ જલ્દી જ વેક્સીન તૈયાર કરી લીધી છે. જોકે, હાલના સંકટને જોતા વેક્સીન જલ્દી તૈયાર થાય તે સંભવ છે. પરંતુ રશિયાએ જે સમયમાં આ દાવો કર્યો છે, તેના પર શંકા પેદા થાય છે. આવામાં આ સવાલ ઉઠે છે કે, શું રશિયાએ હકીકતમાં વેક્સીન બનાવી લીધી છે કે, પછી આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news