કેતન બગડા/અમરેલીઃ સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તોમ લાગી રહ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં મેગરાજાનું આગમન થઈ ચુક્યું છે. આજે અમરેલી જિલ્લામાં પણ અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. બપોર બાદ અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. રાજુલામાં અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા શહેરની બજારોમાં નદીની જેમ પાણી વહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજુલાના બર્બટાણા ડુંગર સહિતના ગામોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આ દરમિયાન ખેતરોમાંથી પાણી બહાર નિકળી ગયા હતા. તો વાડી વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી ભરાતા ખેડૂતોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ઉતરે પછી જ ખેડૂતો ઘરે આવી શકે તેવી સ્થિતિની નિર્માણ થયું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ધારીમાં અડધો કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને શહેરમાં રોડ પર પાણી વહી ગયા હતા. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. 


[[{"fid":"267608","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ
રાજકોટના ગોંડલ તાલુકામાં આજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગોવિંદનગર, શ્રીનાથગઢ સહિતના ગામોમાં પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. રાજકોટ હાઈવે પર પણ વરસાદને કારણે પાણી ભરાયા હતા. પડધરી અને જામકંડોરણા તાલુકાના ગામોમાં પણ વરસાદની શરૂઆત થતાં વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. આ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા. વાવણી લાયક વરસાદ થતાં કેટલાક ખેડૂતોએ તો વાવણીના શ્રીગણેશ પણ કરી દીધા છે. 


રાજ્ય સરકારે 4 માર્ચથી 31 જુલાઈ સુધી જન્મ-મરણની નોંધણી માટે લેટ ફી જતી કરી


ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં પણ ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશ થયા છે. ઉનાના વડવિયાડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગીરગઢડાના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકાભડાકા સાછે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુડવડલી, જરગલી, શાણાવાંકીયા અને ગીર આસપાસમાં ધોધમાર વરાસદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર