રાજ્ય સરકારે 4 માર્ચથી 31 જુલાઈ સુધી જન્મ-મરણની નોંધણી માટે લેટ ફી જતી કરી

સામાન્ય સંજોગોમાં જન્મ-મરણની નોંધણી 21 દિવસની અંદર કરાવવાની હોય છે. ત્યારબાદ જન્મ કે મરણના 22-30 દિવસમાં લેટ ફી ભરીને નોંધણી કરાવી શકાય છે. 
 

 રાજ્ય સરકારે 4 માર્ચથી 31 જુલાઈ સુધી જન્મ-મરણની નોંધણી માટે લેટ ફી જતી કરી

ગાંધીનગરઃ  રાજ્યમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી કોરોના સંકટ ચાલી રહ્યું છે. જેથી કેન્દ્ર સરકારે લૉકડાઉન કર્યું હતું. લૉકડાઉનને કારણે લોકોના અનેક સરકારી કામકાજ પણ અટવાયા હતા. હવે રાજ્ય સરકાર દ્વારા તેમાં રાહત આપવામાં આવી રહી છે. હવે અનલૉક-1 ચાલી રહ્યું છે અને સરકારી કચેરીઓ પણ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. હવે  4 માર્ચથી 31 જુલાઇ સુધી જન્મ-મરણની નોંધણીની લેટ ફી જતી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

સરકારે લોકોને આપી રાહત
સામાન્ય સંજોગોમાં જન્મ-મરણની નોંધણી 21 દિવસની અંદર કરાવવાની હોય છે. ત્યારબાદ જન્મ કે મરણના 22-30 દિવસમાં લેટ ફી ભરીને નોંધણી કરાવી શકાય છે. પરંતુ એક મહિના કરતા વધુ સમય પસાર થાય તો સોંગદનામુ કરાવીને નોંધણી કરાવવાની હોય છે. પરંતુ માર્ચ મહિનામાં શરૂ થયેલા કોરોના સંકટને કારણે લોકો 21 દિવસની અંદર જન્મ-મરણની નોંધણી કરાવી શક્યા નથી. પરંતુ 30 દિવસથી વધુ સમય થાય તો એફિડેવિડની જોગવાઈ છે. રાજ્ય સરકારે આ વાતને ધ્યાનમાં લઈ લોકોને રાહત આપી છે. 4 માર્ચથી 31 જુલાઈ સુધી થયેલા જન્મ-મરણની નોંધ કરાવવામાં એફિડેવિડમાંથી પણ મુક્તિ આપવામાં આવી અને લેટ ફી જતી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો  છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news