Gujarat Rain Forecast: આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો ખતરો બનેલો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે  આગાહી આપી છે. કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાંકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીજળીના કડાકા સાથે ગુજરાતમાં જળ પ્રલય જેવો વરસાદ પડશે! હવે મધ્ય-ઉત્તર ગુજરાતનો વારો


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ, મોરબી,જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.


'દાદા'ના રાજમાં બાબુઓનું આવી બન્યુ! ગુજરાત સરકારે વધુ એક મોટા અધિકારીને ઘરભેગા કર્યા


પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે.


વડીલો માટે ખુશખબર! રેલવેની મુસાફરીમાં મળશે મોટી ભેટ, બજેટમાં થઈ શકે છે જાહેરાત


નોંધનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 37.42 ટકા વરસાદ વરસી વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સિઝનનો 54.58 ટકા, તો કચ્છમાં સિઝનનો વરસી ચૂક્યો છે 50.90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 39.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.86 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 23.03 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


હવે WhatsAppથી ભરી શકશો ઈન્કમટેક્ષ રિર્ટન! કોને મળશે સુવિધા અને શું હશે સરળ પ્રોસેસ?