ITR Filing: હવે WhatsApp થી પણ ભરી શકશો ઈન્કમટેક્ષ રિર્ટન! કોને મળશે સુવિધા અને શું હશે સરળ પ્રોસેસ?

ITR Last Date: દર વખતની જેમ આ વર્ષે પણ તમે 31મી જુલાઈ સુધી ITR ફાઈલ કરી શકો છો. ટેક્સ મામલો સાથે જોડાયેલી એક કંપનીનો દાવો છે કે હવે તમે તમારા WhatsApp દ્વારા પણ ITR ફાઇલ કરી શકો છો.

ITR Filing: હવે WhatsApp થી પણ ભરી શકશો ઈન્કમટેક્ષ રિર્ટન! કોને મળશે સુવિધા અને શું હશે સરળ પ્રોસેસ?

Income Tax Return: આ વર્ષે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવે તેવી અપેક્ષા છે. કેટલાક લોકો પોતાનો ITR જાતે જ ફાઇલ કરે છે જ્યારે કેટલાક CAની મદદ લે છે. એટલું જ નહીં, કેટલાક લોકો થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ITR ફાઇલિંગ પણ ભરે છે. પરંતુ હવે તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે WhatsAppનો ઉપયોગ કરી શકો છો. હા, ટેક્સ ફાઇલિંગ વેબસાઇટ ClearTax દ્વારા એક નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે.

રિફંડ લેવાનું ચૂકી ગયેલા લોકોને થશે ફાયદો 
WhatsApp પર આઇટીઆર ફાઇલ કરવાની આ ખાસ પદ્ધતિ 2 કરોડથી વધુ ગીગ કામદારો (નાના-મોટા કામ કરનાર) માટે બનાવવામાં આવી છે જેઓને જટિલ ટેક્સ ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવે છે અને તેમના ટેક્સ રિફંડ મેળવવામાં ચૂકી જાય છે. હાલમાં તમે આ પદ્ધતિથી માત્ર ITR 1 અને ITR 4 ફોર્મ ભરી શકો છો. આ સામાન્ય રીતે પગારદાર વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકો માટે ભરવામાં આવે છે. નવી ટેકનિકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નવી રીતે ઉપયોગ કરવો પડશે. આની મદદથી તમે વોટ્સએપ પર ચેટ દ્વારા તમારો ટેક્સ સરળતાથી ચૂકવી શકો છો.

10 ભાષાઓમાં મળશે આ સુવિધા
આના દ્વારા તમે માત્ર ITR 1 અને ITR 4 ફોર્મ ભરી શકો છો. આ સેવા અંગ્રેજી, હિન્દી, કન્નડ વગેરે જેવી 10 ભાષાઓમાં આપવામાં આવી રહી છે. આ પ્લેટફોર્મ પર સંપૂર્ણ સુરક્ષિત પેમેન્ટ એગ્રીગેટર સિસ્ટમ છે, જે યૂઝર્સને WhatsApp ઈન્ટરફેસમાં ફાઇલિંગથી લઈને પેમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવાની મંજૂરી આપે છે. કંપનીનો દાવો છે કે યુઝર્સ ડેટા કલેક્શન પ્રક્રિયા દ્વારા વ્યવસ્થિત રીતે ઇમેજ, ઓડિયો અને ટેક્સ્ટ દ્વારા જરૂરી માહિતી સરળતાથી એકત્રિત કરી શકે છે અને સબમિટ કરી શકે છે. કંપની દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે AI બોટ એડવાન્સ લેંગ્વેજ મોડલ દ્વારા સંચાલિત છે. તે દરેક સ્ટેપ પર યૂઝર્સને માર્ગદર્શન આપીને તાત્કાલિક સહાય પૂરી પાડે છે.

ક્લિયર ટેક્સના ફાઉન્ડર અને CEO અર્ચિત ગુપ્તા કહે છે કે અમારી WhatsApp ટેક્સ ભરવાની પદ્ધતિ દેશના કામદારોને ટેક્સ ભરવામાં આવતી સમસ્યાઓને દૂર કરે છે. અમે માત્ર કર ચૂકવવાનું સરળ નથી બનાવી રહ્યા પરંતુ તેનાથી લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં પણ મદદ મળશે. આ સેવાને WhatsApp પર લાવીને અમે ટેક્નોલોજી સંબંધિત સમસ્યાઓ દૂર કરી રહ્યા છીએ. સાથે કરોડો મહેનતુ ભારતીયો પોતાના યોગ્ય ટેક્સ રિફંડને માત્ર પોતાના ફોન પર મેળવી શકશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news