અર્પણ કાયદાવાલા/ અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારમાં ભારે પનવ અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં રાત્રીના 9 કલાક આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ ગાંધીનગરના કલોકમાં ભારે વરસાદ સાથે કરાનો વરસાદ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં મેઘરાજાની પધરામણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે દિવસ દરમિયાનના અસહય ઉકળાટ બાદ અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડો પવન આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી હતી.


આ પણ વાંચો:- રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-ર૦ર૧નો તા. ૧પમી જૂનથી અમલ કરાશે, જાણો જોગવાઇઓ


ક્યાં ક્યા વરસાદ
શહેરના ગોતા, એસજી હાઈવે, બોપલ, સોલા, શીલજ, જગતપુર, ચાંદખેડામાં ભાર વરસાદ શરૂ થયો છે. ત્યારે વરસાદને કારણે ગોતા, સોલા, શીલજ, બોપલ, જગતપુર તરફ વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે કલોલમાં ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube