મૌલિક/ અમદાવાદઃ અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારમાં ભારે પનવ અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં રાત્રીના 9 કલાક આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તેમજ ગાંધીનગરના દેહગામ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં (Gujarat) ચોમાસાનું (Monsoon) આગમન થઇ ચુક્યું છે. દિન પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત પરિવર્તનના પગલે દક્ષિણ પશ્ચિમના પવનો અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 16 જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની (Rain) આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 


આ પણ વાંચો:- ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટું, અસહ્ય ઉકળાટમાંથી મળ્યો છુટકારો


અમદાવાદમાં મેઘરાજાની પધરામણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે દિવસ દરમિયાનના અસહય ઉકળાટ બાદ અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડો પવન આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી હતી.


આ પણ વાંચો:- મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ જાહેરાત, આ લોકો માટે છે મહત્વના સમાચાર


તો બીજી તરફ ગાંધીનગરમાં (Gandhinagar) વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડતાં અસહ્ય ઉકળાટમાંથી ગાંધીનગરને રાહત મળી છે. ચોમાસામાં જે પ્રકારે વરસાદ વરસે તે પ્રકારે વરસાદ વરસતાં ગાંધીનગરવાસીઓને બફારામાંથી છુટકારો મળ્યો છે. જોકે એકાદ જોરદાર વરસાદી ઝાપટું આવીને વરસાદ બંધ થઇ ગયો હતો.


આ પણ વાંચો:- માસૂમ બાળકીની 'જીંદગી જીવવાની જીદ' સામે ગંભીર બીમારીએ હેઠા મૂક્યા હથિયાર


હવામાન વિભાગ (Meteorological Department) ના બુલેટીનમાં જણાવ્યા અનુસાર બુલેટીનમાં જણાવ્યા અનુસાર, આગામી 12થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિતનાં મધ્ય ગુજરાતનાં જિલ્લાઓમાં પણ વરસાદની વકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube