છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ, તાપીના સોનગઢમાં અઢી ઇંચ
જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 118.33 એમએમ વરસાદ થયો છે. જો ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધી 14.24 ટકા વરસાદ થયો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાની શરૂઆત થઈ રહી છે. જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 118.33 એમએમ વરસાદ થયો છે. જો ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધી 14.24 ટકા વરસાદ થયો છે. તો અત્યાર સુધી એક તાલુકામાં વરસાદ થયો નથી. તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 9 જિલ્લાના 29 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં સારો વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લાના સાતેય તાલુકામાં વરસાદ નોંધાયો છે. સોનગઢમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો છે, તો નીઝરમાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય ડોલવાનમાં 20 મીમી અને કુકામુંડામાં 15 મીમી વરસાદ થયો છે. તો ડાંગના સુબિરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
સતત 21માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાગી આગ, જાણો તમારા જિલ્લાનો ભાવ
ગુજરાતમાં અત્યાર સુધી આવેલા વરસાદની સ્થિતિ
રાજ્યમાં હજુ સુધી ચોમાસાનો માહોલ જામ્યો નથી. જૂન મહિનામાં રાજ્યના વિવિધ જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 14.24 ટકા વરસાદ પડ્યો છે. જો સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 118.33 મીમી વરસાદ થયો છે. ગુજરાતના 251 તાલુકામાંથી એક તાલુકો બાકી છે જ્યાં અત્યાર સુધી મેઘરાજાની પધરામણી થઈ નથી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube