સૌરાષ્ટ્રમાં મેઘમહેર: ગોંડલ અને ભાવનગરમાં 1-1 ઇંચ વરસાદ, જૂનાગઢના તરસિગડામાં બળદગાડુ તણાયું
ભારે પવન અને વીજળીના કડાકા સાતે મોડી રાત્રે ભાવનગરમાં 1-1 ઇંચ અને ગોંડલમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદનાં કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને લઇને વહેલી સવારે ટ્રાફિકજામ થયો હતો. બીજી તરફ જૂનાગઢનાં તરસિગડામાં ધોધમારધોધમાર વરસાદનાં પગલે એક બળદગાડુ પાણીમાં તણાયું હતું. બળદગાડામાં રહેલ એક પુરૂષ અને મહિલા પાણીમાં તણાયા હતા. જો કે પુરૂષને તરતા આવડતું હોવાનાં કારણે ખેડૂત પોતે કિનારે નિકળી ગયો હતો. જો કે મહિલાનું મોત નિપજ્યું હતું.
ભાવનગર : ભારે પવન અને વીજળીના કડાકા સાતે મોડી રાત્રે ભાવનગરમાં 1-1 ઇંચ અને ગોંડલમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદનાં કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને લઇને વહેલી સવારે ટ્રાફિકજામ થયો હતો. બીજી તરફ જૂનાગઢનાં તરસિગડામાં ધોધમારધોધમાર વરસાદનાં પગલે એક બળદગાડુ પાણીમાં તણાયું હતું. બળદગાડામાં રહેલ એક પુરૂષ અને મહિલા પાણીમાં તણાયા હતા. જો કે પુરૂષને તરતા આવડતું હોવાનાં કારણે ખેડૂત પોતે કિનારે નિકળી ગયો હતો. જો કે મહિલાનું મોત નિપજ્યું હતું.
અંકલેશ્વરની એક ઇન્ડસ્ટ્રીમાં બ્લાસ્ટની ઘટના, 2 કામદારના સારવાર દરમિયાન મોત
અમરેલીનાં લાઠીમાં ગાગડીયા નદીમાં નવા નિરની આવક થઇ હતી. ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા ગાગડીયા નદી બેકાંઠે થઇ હતી. ભાદાણી ચેકડેમ છલકાઇ ગઇ હતી. ચેકડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોનાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત નાના ચેક ડેમ પણ છલકાઇ ગયા હતા.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 25 જૂને લેવાનાર પરીક્ષાનો NSUI એ કર્યો વિરોધ
ગોંડલ પંથકમાં પણ વરસાદના પગલે અનેક ગામડાઓમાં પાણી ભરાયા હતા. જ્યારે ભાવનગરમાં પણ રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જિલ્લાનાં વલ્લભીપુર, મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, ઉમરાળા, ઘોઘા અને શિહોર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો.
coronaupdates:સુરતમાં ક્રાઈમ બ્રાન્ચના ACP, વ્યારામાં 16 દિવસની બાળકીને કોરોના
વરસાદને લઇને શિહોર સહિત અનેક તાલુકાઓમાં વીજ પુરવઠ્ઠો ખોરવાયો હતો. જ્યારે બોટાદ પંથકમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો. બરવાળા અને ઢસામાં ભારે પવનનાં કારણે અનેક વૃક્ષો પણ પડ્યા હતા. જેના પગલે વહેલી સવારે ટ્રાફિકજામ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર