રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં નોંધાયો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ (Rainfall) નોંધાયો છે. બોટાદના ગઢડામાં અને સુરેન્દ્રનગરના લીમડી અને ચુડા માં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલીના લીલીયામાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન ત્રણ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ (Rainfall) નોંધાયો છે. બોટાદના ગઢડામાં અને સુરેન્દ્રનગરના લીમડી અને ચુડા માં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલીના લીલીયામાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો. આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન ત્રણ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં 13 મિમિ વરસાદ, ભરૂચના હાંસોટમાં 19 મિમિ વરસાદ, ડાંગના સુબિરમાં 4 મિમિ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા, વાપી, ગાંધીનગરના કલોલ, અમદાવાદના ધોળકા, ભરૂચના અંકલેશ્વર, તાપીના કુકરમૂડા, ભાવનગરમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube