વડોદરા : વડોદરા નવ નિયુક્ત પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ આજે વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. આર.બી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, વડોદરા મારા માટે નવું શહેર છે, પરંતુ વડોદરાના તત્કાલિન પોલીસ કમિશ્નરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પગલા ભરી રહ્યા હતા. તે ચાલુ રાખીશ અને અને ગુનાખોરીનેઅંકુશમાં રાખવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનાથી તે સુરત શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેયરે મુખ્યમંત્રીના મોકુફ કાર્યક્રમો અંગે જણાવ્યું પણ મૃતકના પરિવાર અંગે ન બોલ્યા

રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટીયાની નિમણુંક થયા બાદ તેઓએ 74 IPS અધિકારીઓની સામૂહિક બદલીઓના હુકમ થયા હતા. જેમાં વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે સુરત શહેરના પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવતા આજે તેઓએ વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશ્નર 1995 બેચના આઇપીએસ અધિકારી છે. 


ઉંઝામાં 360 આવાસોનું મુખ્યમંત્રી/નાયબ મુખ્યમંત્રી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું

ચાર્જ સંભાળવા માટે વડોદરા આવી પહોંચેલા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટનું પોલીસ ભવન કેમ્પસમાં સલામી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તેઓનું સ્વાગત કર્યું હતું. વડોદરાની કમાન સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી હતી. 


સુરત: પાક. વડાપ્રધાનના પૂતળાંનું દહન કરવા AAP કાર્યકરો એકત્ર થયા અટકાયત



વડોદરા પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળનાર આર.બી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, વડોદરા શહેરમાં મારા માટે નવું છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેવા પગલા ભરવા જોઇએ તે મારા માટેનવું નથી. પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોતે જે પગલા ભર્યા હતા. તે પ્રમાણે હું કાર્યવાહી ચાલુ રાખીશ. વડોદરા શહેરના લોકોની સુરક્ષા માટે જે પણ પગલા ભરવાના થશે, તે હું ભરીશ. ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે જે કડક કાર્યવાહી કરવાની પડશે તે કરીશું. હું આશા રાખુ છુ કે, વડોદરાના લોકોનો સહકાર મને મળતો રહે તેવી અપેક્ષા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર