સુરત: પાક. વડાપ્રધાનના પૂતળાંનું દહન કરવા AAP કાર્યકરો એકત્ર થયા અટકાયત
પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે વિવાદાસ્પદ નક્શાને મંજુરી આપી છે. જેમાં ભારતનાં કેટલાક પ્રદેશોને પાકિસ્તાને પોતાના ગણાવ્યા છે. જેના પગલે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના પુતળા દહનનો કાર્યક્રમ સુરતના ઉધના અને વનિતા વિશ્રામ ખાતે યોજવામાં આવ્યો હતો.
Trending Photos
સુરત : પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે વિવાદાસ્પદ નક્શાને મંજુરી આપી છે. જેમાં ભારતનાં કેટલાક પ્રદેશોને પાકિસ્તાને પોતાના ગણાવ્યા છે. જેના પગલે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના પુતળા દહનનો કાર્યક્રમ સુરતના ઉધના અને વનિતા વિશ્રામ ખાતે યોજવામાં આવ્યો હતો.
આપના કાર્યકરો દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે કાર્યકરો પુતળા દહન કરે તે અગાઉ જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામને જાહેરનામા ભંગના ગુના હેઠળ અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોના એકત્ર થવા પર સમગ્ર ગુજરાતમાં મંજુરી નથી. કોઇ જાહેર કાર્યક્રમની મંજુરી વગર દહનનું આયોજન કરાતા પોલીસે કાર્યવાહી કરી હતી.
પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનનું પુતળા દહનના કાર્યક્રમમાં વનિતા વિશ્રામ, રિંગરોડ ખાતે પુતળાદહન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રવક્તા યોગેશ જાદવાણી, સુરત શહેર પ્રભારી રામ ધડુક, સુરત શહેર પ્રમુખ લક્ષ્મણ સુખડિયા સહિત 50થી વધારે કાર્યકરોની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે