રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટા બાદ વિજળીના કડાકા અને ગાજવીજ સાથે રાજકોટમાં 1 કલાકમાં ધોધમાર 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સવારના ૧૧ વાગ્યા થી ૧૨.૩૦ વાગ્યા સુધી અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. એક ઇંચ વરસાદ થી નીચાણ વાળા વિસ્તાર ગોંડલ રોડ , સ્વામિનારાયણ ચોક , રૈયા રોડ સહિતના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેઘરાજાએ રાજકોટ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પધરામણી કરી હતી.  ભરૂડી, રિબડા, બિલિયાળા, ભુણાવા, ઉના, ગીરગઢડા, વેરાવળ અને કોડીનાર સહિતના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ આગમન કર્યું હતું. જસદણના સાણથલી ગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બાબરાના ધરાઇ ગામે દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા માટે દોડી પડ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. વાવણી પછી વરસાદ આવ્યો ન હોય ઉભા પાકને ફાયદો થશે. ગીર પંથકમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે આજે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube