ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટના યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી સતત દિવ્યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષેત્રિય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોચાડવાની કામગીરી કરી રહ્યું છે. પેરાલિમ્પિક કમીટી ઓફ રાજકોટ અને મોરબી જીલ્લા તરીકે ફરજ નિભાવે છે. માર્ચ મહિનામાં યોજનારી વિવિધ નેશનલ ગેમ્સમાં સંસ્થાના 7 દિવ્યાંગો નેશનલ કક્ષાએ રમવા માટે સિલેક્ટ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 મી નેશનલ પેરા-એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ 2020-21 સ્પર્ધા તારીખ 24 થી 27 માર્ચ 2021 ના નહેરુ સ્ટેડીયમ ચેન્નઈ, તમિલનાડુ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા માટે પુરુષોમાં દીપક વાઘેલા ટી-44 કેટેગરીમાં 100 મી દોડ, 200 મી દોડ, અને ભાલાફેક રમતો માટે પસંદગી પામ્યા છે. ઓર્થોપેડીક દિવ્યાંગ મહિલાઓમાં સોનલબેન વસોયા એફ-55 કેટેગરીમાં ભાલાફેક, ગોળાફેક અને ચક્રફેક માટે પસંદગી પામેલ છે. જયારે પ્રજ્ઞાચક્ષુ બેહનોની કેટેગરી જ્યોતિ બાલાસરા ગોળાફેક, લાંબી કુદ અને 400 મીટર દોડ માટે પસંદગી પામેલ છે.


આ પણ વાંચો:- ચોરો સાથે મજાક: ગોંડલમાં 6 બુકાનીધારી તસ્કરો ચોરી કરવા શાળામાં ધૂસ્યા અને...


20 મી નેશનલ પેરા-સ્વીમીંગ ચેમ્પિયનશીપ 2020-21 સ્પર્ધા તારીખ 20 થી 22 માર્ચ 2021 ના સ્વીમીંગ એકેડમી માઉન્ટ લીટેરા ઝી સ્કુલ, બેંગલુર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પુરુષોમાં જીગર ઠક્કર પસંદી પામેલ છે. જયારે દિવ્યાંગ મહિલાઓમા ઈન્દ્રેશ પલાણ એસ-9, 200 આઈ એમ, 50 બેક અને 100 બેક સિલેક્ટ થયેલ છે.


આ પણ વાંચો:- સોમનાથના કાંઠે ઉભા રહીને લૂંટારુ મહંમદ ગઝનીના વખાણ કરતો આ શખ્સ કોણ? જેનો વીડિયો થયો વાયરલ


18 મી સીનીયર અને 14 મી જુનીયર નેશનલ પેરા પાવર લીફટીંગ ચેમ્પિયનશીપ 2021 નું 19 થી 21 માર્ચ શ્રી ક્રાંતિવીર સ્ટેડીયમ, બેંગલોર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામા દિવ્યાંગ પુરુષોમાં રામ બાંભવા 72 કેજીની કેટેગરીમાં સિલેક્ટ થયેલ છે. જયારે દિવ્યાંગ મહિલાઓમાં ઇલા દેવમુરારી 73 કેજીની કેટગરીમાં સિલેક્ટ થયા છે. આ વર્ષે ઉપરોક્ત પાવર લીફટીંગ સ્પર્ધામાં ભાગ લેતા દિવ્યાંગોને રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા સ્પોન્સરશીપ આપવામાં આવેલ છે.


આ પણ વાંચો:- બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા સાવધાન, થઈ શકે છે આવું...


સંસ્થાના પ્રમુખ શૈલેશભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, નેશનલ કક્ષાની રમત સ્પર્ધાઓમાં સંસ્થાના દિવ્યાંગોએ ટોટલ 18 નેશનલ મેડલ મેળવી ચુક્યા છે. હજુ પણ દિવ્યાંગો વધુ મેડલો મેળવીને રાજકોટને ગૌરવ અપાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube