ચોરો સાથે મજાક: ગોંડલમાં 6 બુકાનીધારી તસ્કરો ચોરી કરવા શાળામાં ધૂસ્યા અને...
ગોંડલ (Gondal) તાલુકાના દેરડી કુંભાજી ગામે (Derdi Kumbhaji Village) આવેલી વિવેકાનંદ વિદ્યાલયમાં 6 બુકાનીધારી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની બાબત સામે આવી છે
Trending Photos
જયેશ ભોજાણી/ ગોંડલ: ગોંડલ (Gondal) તાલુકાના દેરડી કુંભાજી ગામે (Derdi Kumbhaji Village) આવેલી વિવેકાનંદ વિદ્યાલયમાં 6 બુકાનીધારી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની બાબત સામે આવી છે. આ ગામમાં ફરી એક વખત તસ્કરોનો (Thieves) તરખાટ સામે આવ્યો છે. માત્ર ચાર દિવસના સમયગાળામાં બે-બે વખત ચોરી તેમજ ચોરીના (Theft) પ્રયાસની ઘટના સામે આવી છે. ચાર દિવસ પૂર્વે દેરડી કુંભાજી ગામે 6 જેટલી દુકાનનોના શટર તોડીને ચારી તેમજ ચોરીના પ્રયાસની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર દેરડી કુંભાગી ગામે શાળામાં ચોરી કરી હોવાની ધટના સામે આવી છે.
દેરડી કુંભાજી ગામે (Derdi Kumbhaji Village) આવેલી વિવેકાનંદ વિદ્યાલયમાં 6 બુકાનીધારી તસ્કરોએ ચોરીની (Theft) ઘટનાને અંજામ આપ્યો હોવાની બાબત સામે આવી હતી. સમગ્ર મામલે સ્કૂલના પ્રિન્સીપાલ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જો કે, તસ્કરોનો (Thieves) લાઇવ વીડિયો સીસીટીવીમાં (CCTV) કેદ થયો હતો.
આ પણ વાંચો:- દીકરી સાથે અમદાવાદ મેચ જોવા પહોંચી અનુષ્કા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પતિને કરશે ચીયર અપ
જો કે, સમગ્ર ઘટનામાં હાસ્યાસ્પદ બાબત સામે આવ્યો છે, 6 જેટલા તસ્કરોની (Thieves) કલાકોની મહેનત બાદ પણ તેઓ 60 રૂપિયાની ચોરી (Theft) કરી. ચોરો દ્વારા શાળામાં તમામ જગ્યાએ શોધખોળ કરવામં આવી હતી. પરંતુ ટેબલના ખાનામાં પડેલા માત્ર 60 રૂપિયા તેમના ભાગે આવ્યા હતા. ત્યારે દેરડી કુંભાજી ગામે (Derdi Kumbhaji Village) હાસ્યસ્પદ ઘટના ચર્ચાના એરણે ચડી છે. લોકો કહી રહ્યા છે કે, 6 જેટલા ચોરોના હાથે લાગ્યા માત્ર 60 રૂપિયા એક-એક ચોરના ભાગે આવ્યા માત્ર 10-10 રૂપિયા.
ચાર દિવસ પૂર્વે એક જ રાત્રિમાં તૂટ્યા હતા 6 દુકાનના શટર
તસ્કરોએ એક જ રાત્રિમાં એક-બે નહીં પરંતુ 6 દુકાનના શટર તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. ગોંડલના દેરડી કુંભાજી ગામે આવેલી હોટલ સોમનાથ, ખોડીયાર ઓટો ઇલેક્ટ્રિક, જલારામ ઓટો કન્સલ્ટ, ધનલક્ષ્મી લેમિનેશન ડોર, ઉમા મોટર રિવાઈન્ડિંગ, કુળદેવી રોલિંગ શટર નામની દુકાનોના શટર તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે ચાર દિવસમાં ચોરીની બીજી ઘટના બનતા ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી પર પણ શંકા ઉઠી રહી છે. તસ્કરોએ પોલીસની નાઈટ પેટ્રોલિંગના દાવાઓને પોકળ સાબિત કર્યા છે. હવે તસ્કરો કેટલા દિવસોમાં ઝડપાય છે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ દેરડી કુંભાજી ગામે ચોરીના અનેક પ્રયાસો થઈ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે