ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) ના ચંપકનગર વિસ્તારમાં આવેલ શિવ જવેલર્સ નામની દુકાનમાં બંદૂકની અણીએ 85 લાખની લૂંટ (Robbery) ચલાવનાર ચાર શખ્સોની હરિયાણા (Haryana) માંથી પોલીસે ધરપકડ કરી છે. પાંચ રાજ્યોની સરહદ જ્યાં ભેગી થાય છે તે ચંબલ નદીના કિનારે થી ધરપકડ કરી કુલ 62 લાખ 37 હજારનો મુદ્દામાલ રાજકોટ પોલીસે રિકવર કર્યો છે. હરિયાણાની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની મદદ થી આખું ઓપરેશન પાર રાજકોટ પોલીસે પાર પાડ્યું હતું. હજુ પણ એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ (Rajkot) ના પેડક રોડ પર આવેલ ચંપકનગર 3માં શિવ જવેલર્સમાં 26 એપ્રિલના થયેલી 85 લાખની લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. લૂંટની ઘટના બાદ પોલીસે અલગ અલગ 3 ટિમો બનાવી આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં ટેક્નિકલ સર્વેલન્સ ટિમ અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી હતી. 

ઘરેલુ પ્રાણવાયુ કપૂરના ભાવમાં થયો વધારો, 1700 થી 1800 રૂપિયા પ્રતિકીલો


જે બાદ ટેકનીકલ તેમજ ખાનગી બાતમીદારો દ્રારા તેમજ આરોપીની ગુનો કરવાની મોડેસ ઓપરેન્ડી પરથી નજીકના સમયમાં ગુજરાતમા આ પ્રકારથી લૂંટ થયેલ હોય તેની સંપૂર્ણ  માહીતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો કરવામા આવેલ જેમા ગુજરાતના અન્ય શહરો જેવાકે ભરૂચ, સુરતમા પણ આવા પ્રકારની લૂંટનો બનાવ બનેલા હતા જે આધારે સમાનતા મેળવી તે દીશામા તપાસ કરવામા આવેલ. 


લૂંટ (Robbery) કરી આરોપીઓ મોરબી (Morbi) તરફ રવાના થયાનું માલુમ થતા પોલીસ મોરબી સુધી પહોંચી હતી અને બાદમાં અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ થતા ત્યારબાદ આરોપીઓનું પગેરું હરિયાણા સુધીનું મળતા પોલીસની 3 ટિમો હરિયાણા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડયા હતા.

બીજી લહેર પર કાબૂ મેળવ્યો, ત્રીજી લહેર સામે પણ લડીશું, હતાશ થવું નથી : વિજય રૂપાણી


હરિયાણા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સએ ઓપરેશન પાર પાડ્યું
રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા હરિયાણામાં STF એટલે કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમની મદદ મેળવવામાં આવી હતી અને 8 દિવસની મહેનત બાદ હરિયાણા ખાતે ચંબલ નદીના કિનારે કન્ટેનમેન્ટ ઝોન ખાતે થી પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે હરિયાણા ખાતે થી શુભમ જાટ , અવિનાશ ઉર્ફે ફૌજી , સુરેન્દ્ર જાટ અને બીકેશ ઠાકુરની ધરપકડ કરી છે. જ્યારે ફરાર એમપીના આરોપી સતિષ ઠાકુરની શોધખોળ હાથ ધરી છે.

Rajkot: પ્રદ્યુમન પાર્ક ઝૂમ 450 પ્રાણી-પક્ષીઓ સ્વાસ્થ્ય, 16 સિંહ અને 10 વાઘણ તંદુરસ્ત


કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું ?
આરોપી અવીનાશ તથા શુભમ રેવાડી (હરીયાણા) થી પલવલ (હરીયાણા) તરફ આવી રહયા છે તેવી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા ટીમના તમામ સભ્યો એડવાન્સમાં પલવલ મા પોતાની પોલીસ તરીકેની ઓળખ છુપાવી અને ગોઠવાય ગયા હતા અને આ બન્ને આરોપી પલવલ ખાતે પહોચતા તેમને દબોચી લીધેલ હતા. 


આ દરમ્યાન બન્ને આરોપીને જાણ થઇ જતા તેમણે પોલીસની ધરપકડ માંથી ભાગવા માટે ઝપાઝપી કરી હતી પરંતુ પોલીસ સતર્ક હોવાથી આરોપીઓને ભાગવામાં સફળતા મળી ન હતી. ત્યારબાદ અન્ય બે આરોપીઓ બીકેશ ઠાકુર અને સુરેન્દ્ર જાટ રેવાડી (હરીયાણા) ખાતે એક્સપ્રેસ હાઇવે ઉપર હોવાની બાતમી મળતા તમામ ટીમ એટેક કરી અને હાઇવે પરથી જ દબોચી લીધેલ હતા.

વેક્સીનને Import કરવાનો રસ્તો સાફ, નવી ગાઈડલાઈનથી કોરોના સામેના vaccination ને મળશે વેગ


આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપી પૈકી તમામ આરોપીઓ ચોરી , લૂંટ , હત્યા , હત્યા કોશિશ જેવા ગંભીર પ્રકારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. તાજેતરમાં આરોપીઓ દ્વારા સુરત ખાતે સોની વેપારી પર ફાયરિંગ કરી લૂંટ ચલાવવામાં આવી હતી જે બાદ ફેબ્રુઆરી માસમાં અવિનાશ અને શુભમને રાજકોટ રહેવા માટે રૂમ ની વ્યવસ્થા તેમના સથી મિત્રએ કરી આપી હતી. 


હાલ પોલીસે (Police) ચારે આરોપીની ધરપકડ કરી ફરાર એમપીના સતિષ ઠાકુર ની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે અવિનાશ ઉર્ફે ફૌજી ઉપર 9 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે અને રાજસ્થાન પોલીસ ચોપડે વોન્ટેડ હતો જેને પકડવા પર રાજસ્થાન પોલીસે રૂપિયા 5000 ના ઇનામ ની જાહેરાત પણ કરેલ છે.


ફૌજી શા માટે બન્યો ગુનેગાર
આરોપી અવિનાશ ઉર્ફે ફૌજી તારીખ 1 ઓગસ્ટ 2016 ના રોજ આર્મીમાં ભરતી થયેલ અને નોકરી (Job) ચાલુ હતી. તે દરમ્યાન તારીખ 10 મેં 2020 ના રોજ પોતાના લગ્ન હોવાથી રજા લઇ અને વતનમા આવેલો હતો. તે દરમ્યાન તારીખ 8 મેં 2020 ના રોજ તેની જુની સ્ત્રી મીત્રએ તેના ઉપર બળાત્કાર (Rape) ની ફરીયાદ દાખલ કરાવેલ અને લગ્નના બે દીવસ પહેલા જ પોલીસમા અટક થયેલ અને બદનામી થયા બાદ દરમ્યન જેલમા હતો. ત્યારે સતીષ સિકરવાર , શુભમ કુંતલ, રામહરી ઠાકુર વગેરે આરોપીઓને મળેલો અને જેલમાથી છુટયા બાદ પોતે બધુ ગુમાવી  ચૂક્યો હોવાથી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળેલ હતો.