ઘરેલુ પ્રાણવાયુ કપૂરના ભાવમાં થયો વધારો, 1700 થી 1800 રૂપિયા પ્રતિકીલો

જો તમારું ઓક્સિજન (Oxygen) લેવલ નીચું જતું રહે તો કપૂરની બે ગોળી, એક ચમચી અજમા અને લવિંગનો ભુક્કો કરીને પોટલી બનાવીને સૂંઘવાથી ઓક્સિજન (Oxygen) લેવલ ઊંચું રહે છે તેવું આયુર્વેદિક ડોક્ટરનું પણ માનવું છે.

ઘરેલુ પ્રાણવાયુ કપૂરના ભાવમાં થયો વધારો, 1700 થી 1800 રૂપિયા પ્રતિકીલો

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં ઘરેલું પ્રાણવાયુ તરીકે ઓળખાતા કપૂર (Camphor) નો ભાવ રાતોરાત ઉછળ્યો છે. 1200થી 1300 રૂપિયામાં કિલોએ વેચાતા કપૂર (Camphor) નો ભાવ આજે 1700થી 1800 રૂપિયા થઇ ગયો છે. આથી કિલોએ 500થી 600 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. કપૂર, લવિંગ અને અજમાની પોટલી ખિસ્સામાં રાખી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. 

આવું આજકાલ આપણે તમામ લોકોના મોઢે સાંભળીયે છીએ. કોરોના (Coronavirus) ની આ બીજી લહેરમાં લોકોનું ઓક્સિજન (Oxygen) લેવલ તરત ઘટી જાય છે. જેને લઇને લોકો આ પ્રકારના નુસ્ખાઓ અજમાવી રહ્યાં છે. હાલ રાજકોટ (Rajkot) ની બજારમાં કપૂરની ડિમાન્ડ ખૂબ જ વધી છે. સામાન્ય રીતે લોકો કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ માટે કરતા હોય છે. પરંતુ છેલ્લા એકથી દોઢ વર્ષથી કપૂર હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વપરાય છે.

કપૂરની પોટલી થી શ્વાસ લેવામાં સરળતા
જો તમારું ઓક્સિજન (Oxygen) લેવલ નીચું જતું રહે તો કપૂરની બે ગોળી, એક ચમચી અજમા અને લવિંગનો ભુક્કો કરીને પોટલી બનાવીને સૂંઘવાથી ઓક્સિજન (Oxygen) લેવલ ઊંચું રહે છે તેવું આયુર્વેદિક ડોક્ટરનું પણ માનવું છે. સાથોસાથે ઓક્સિજન લેવલ વધારવા માટે અડધી કલાક સુધી ઉંધા સૂવાની સલાહ પણ ડોક્ટર આપી રહ્યાં છે. આયુર્વેદિક ડોક્ટરના મતે કપૂરની ગોળી સુંઘવાથી ઓક્સિજન (Oxygen) લેવલ વધે છે અને ધૂમાડો કરવાથી હવામાં વાયરસનો નાશ થાય છે.

કપૂરના કેટલા પ્રકાર?
આયુર્વેદિક સામગ્રી વેંચતા કાદર વોરા દુકાનના મલિક કાદરભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, પહેલા કપૂરનો ઉપયોગ દીવાબત્તી અને પૂજાપાઠ માટે થતો હતો. હવે લોકો કપૂરનો ઉપયોગ ઘણી પ્રકારે કરી રહ્યાં છે. લોકો હવે દવા તરીકે કપૂરનો ઉપયોગ કરવા લાગ્યા છે. આથી કપૂરની માગ વધી છે, ત્રણ-ચાર પ્રકારના કપૂરમાં ભીમસેન, વીલસન અને બ્રાસ કપૂરનો સમાવેશ થાય છે. હાલ ભીમસેન કપૂરની માગ વધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news