રાજકોટ : રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હેટ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ મદ્રેસાણીયાની આજે ચાલુ ફરજે તબિયત બગડી હતી. જેથી તે પોતાનાં ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ચક્કર આવતા બાઇક થાંભલા સાથે અથડાતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેનું મોત નિપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GTU ની વિસ્તૃત ગાઇડલાઇન, વારંવાર લોગઇન કરી શકાશે, આઇફોન નહી વાપરી શકાય

અશ્વિનભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અગાઉ તેઓ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુક્યા છે. હાલમાં તેઓ ગાંધીગ્રામ પીઆઇનાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. જો કે તેમનું મોત નિપજતાં પોલીસ બેડામાં શોકની લાગણી છવાઇ હતી. 


સુરત: કોરોનાના કહેર વચ્ચે રત્નકલાકારો બેહાલ, 70 રત્નકલાકારોનો પગાર બાકી

જો કે ચાલુ ફરજે અશ્વિનભાઇનું અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કર્મચારી બેડામાં પણ શોકની લાગણી વ્યાપી હતી. અશ્વિનભાઇનું અવસાન થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. એક પુત્ર અને એક પુત્રી પિતા વગરનાં નોંધારા થયા છે. પરિવાર પણ ઘટનાને પગલે શોકસંતપ્ત થયો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube