રાજકોટ : શહેરના આજીડેમ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.  જેમાં સગી માતાએ પોતાના પાંચ માસના માસુમ ધાર્મિક ઝેરી ટીકડી ખવડાવીને હત્યા કરી નાખી હતી. આ હત્યા બદલ પોલીસ દ્વારા માતા અને તેના પ્રેમી મુન્નાની ધરપકડ કરી છે. દોઢેક વર્ષ પહેલા આજીડેમ ચોકડી ખાતે રહેતી  અમીશા ચાવડા હિતેશ પીપળીયાના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંન્ને મૈત્રીકરાર કરી પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેમને ત્યાં એક દિકરાનો પણ જન્મ થયો હતો. હિતેશ પોતે ડ્રાઇવિંગના કામ સાથે સંકળાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર કોરોનામુક્ત સુરતીઓ, કતારગામના વેપારીએ ૬ વાર કર્યા ડોનેટ


હિતેશ ડ્રાઇવિંગના કામથી બહાર આવતો જતો રહે છે. દરમિયાન અમિષાને બાજુમાં જ રહેતા મુન્ના રાજુભાઇ ડાભી સાથે ઓળખાણ તઇ હતી. મુન્ના ડાભી અવારનવાર તેણીની મદદ  કરતો હતો. જેના કારણે બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. દરમિયાન હિતેશ અને મિષાએ વડીયા ખાતે રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. અમીષા અને હિતેશ બંન્ને કાયમી સાથે રહેવા માંગતા હતા.  જો કે ધાર્મિક નજતરરૂપ હોય તેની હત્યાનું કાવતરૂ બંન્ને સાથે મળીને રચ્યું હતું. હિતેશે ઘઉમાં નાખવાની ઝેરી ટિકડીદુધમાં નાખી પુત્રને પીવડાવી દેતા તેનું મોત નિપજ્યું હતું. 


[[{"fid":"319732","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(આરોપી માતા અને તેનો પ્રેમી)


VS હોસ્પિટલમાં કોવિડ કેર શરૂ થતા જ વિવાદ, 'સ્ટાફ આરામ ફરમાવે છે, મેં મારા હાથે મારી સાસુને બાઇપેપ લગાવ્યું'


પોતાના પુત્રને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવી ખોટી હકીકત જણાવીને પ્રથમ શૈશવ હોસ્પિટલ અને ત્યાર બાદ વધારે સારવાર છે. સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ધાર્મિકનું મોત થયું છે. તે પ્રકારની સ્ટોરી બનાવી પતિ હિતેશને જણાવી હતી. આ સાથે  જ નાના  છોકરાને કાપકુપ નહી કરાય. જેથી  આપણે ધાર્મિકનું પીએમ કરાવ્યું નથી તેવી કેફિયત હિતેશને આપી હતી. જેના પગલે હિતેશની સાથે પુત્રના મૃતદેહને ગોંડલ કંટોલિયા રોડ પર કોળી સમાજના સ્મશાન ખાતે તેને દફનાવી દીધી હતી.  આ મુદ્દે ધાર્મિકના પિતાને શંકા જતા હિતેશ પીપળીયા બનાવ અંગે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. જે અરજી પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાતા આગળની કાર્યવાહી કરવા રાજકોટ પોલીસને જાણ કરી હતી. 


કોરોના સામે કવચ પુરૂ પાડે છે આ અમૃતા ઔષધિ, ચરક સંહિતામાં ખૂબ છે જાણીતી


સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરાતા ગોંડલ ખાતેના સ્મશાનની અંદર દફનાવવામાં આવેલા બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયો હતો. ત્યાર બાદ બાળકના મૃતદેહને તેના પિતા હિતેશને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દે આજીડેમ પોલીસ દ્વારા બંન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 3.2, 120 બી, 114 અનુસાક ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube