નરેશ ભાલીયા, જેતપુરઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પ્રગતિ શીલ બની રહ્યા છે અને ખેતીમાં વિવિધતા લાવી  પોતાની આવક કેમ વધારવી તેના માટે સતત પ્રયત્ન કરતા રહે છે. ખેડૂતો ખેતી કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જસાપર ગામના ખેડૂત દંપતીએ સૂરજમુખીની ખેતી કરીને પોતાની અવાક વધારી છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના જસાપર ગામથી જામનગર જવાના મુખ્ય રોડ ઉપરથી પસાર થઇએ એટલે રોડની બાજુમાં આવેલ એક ખેતર તરત જ નજરે ચડે અને એવું લાગેકે કોઈ કુદરતી સૌંદર્ય એવા ફરવાના સ્થળ ઉપર આવી ગયા. પરંતુ ના આ તો અહીંના એક ખેડૂત દંપતીએ વાવેલ સૂરજમુખીની ખેતી નું ખેતર છે. ખેતરમાં પીળા રંગના લહેરાય રહેલ સૂરજમુખીના ફૂલ જોઈને મન મોહી જાય છે.


જામકંડોરણા તાલુકાના જસાપર ગામના ખેડૂત દંપતી પરસોતમભાઇ નાથાભાઈ દોંગા અને તેના પત્ની શારદાબેન ગત વર્ષ સુધી પરંપરાગત રીતે ખેતી કરતા હતા એન સીમિત આવક મેળવતા હતા. કંઈક નવું કરી ખેતી માંથી જ પોતાની આવક વધારવા માટે તેવોએ ખેતીમાં જ નવીન પ્રયોગ કરવા અને કંઈક અલગ ખેતી કરવા માટે વિચાર્યું અને આ ચોમાસામાં જ તેવોને પોતાના વિચારને અમલમાં મુક્યો અને પોતાના ખેતરમાં પરંપરાગત વાવેતર ન કર્યું અને ગુજરાતમાં સૌપ્રથમ એવું સૂરજમુખીનું વાવતેર કરી ને સુરસજમુખી ની ખેતી શરૂ કરી હતી. 


આ પણ વાંચોઃ આગામી બે દિવસ રાજ્યમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી


ચોમાસાંના વરસાદ બાદ પરસોતમભાઇ અને તેમના પત્ની શરદાબેને પોતના ખેતરમાં સૂરજમુખીનું વાવેતર કર્યું અને આજે તેવોને ખુબ જ સારો સૂરજમુખીનો પાક મળી રહ્યો છે. સૂરજમુખીના પાકનું વાવેતર કરી તેવોને ખુબજ રાહત થઇ છે. કારણ કે આ પાકનું એક વખત વાવેતર થઇ ગયા પછી, ખેડૂતે બહુ જાજી કાળજી રાખવાની રહેતી નથી અને પિયતમાં પણ એજ સ્થિતિ છે પિયતમાં પણ બહુ કાળજી જરૂરી નથી.


પરંપરાગત ખેતી અને સૂરજમુખીની ખેતીને જોતા પરંપરાગત ખેતીમાં ખેડૂતે એક વખત વાવેતર કરીને સમયે સમયે વાવેલા પાકને જંતુનાશક દવા છાંટવી, ખાતર નાખવું અને સમયસર પાણીનું પિયત પણ કરવું અને પાક તૈયાર થઇ ગયા પછી તેને વ્યસ્થિત રીતે ઉતારવાની કાળજી લેવી પડે છે.


આ પણ વાંચોઃ 4200 ગ્રેડ પે મુદ્દે સરકારનો મોટો નિર્ણય, 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને મળશે લાભ


જયારે સૂરજમુખીની ખેતીમાં વરસાદની સીઝનમાં એક વખત સુરજ મુખીના પાકનું વાવેતર થઇ ગયા પછી ખેડૂતને દવા, ખાતર વગેરેની માવજતમાંથી છુટકારો મળે છે. કારણ કે આ પાકને અન્ય કોઈ દવા કે ખાતરની જરૂર રહેતી નથી. પિયત પણ અનુકૂળતા મુજબ કરવાની હોય ખેડૂતને વધારાની મહેનતમાંથી રાહત મળે છે. જયારે પાક તૈયાર થઇ જાય ત્યારે સૂરજ મુખીના બી કાઢવા પણ ખુબજ સહેલા છે. જે સૂરજમુખીના ફૂલને સુકવીને એક કોથળામાં ભરી ને ધોકાથી ફટકારવામાં આવે એટલે ફૂલમાંથી બી તરત જ છુટા પડી જાય છે. જે ખુબજ સરળ પ્રક્રિયા છે.  


સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રહેતા હવે વહીવટદાર સંભાળશે કમાન, સરકારનો નિર્ણય  


જયારે ખેડતૂની આવકની વાત કરીયે તો ખેડૂતોને ખાતર, દવા વગેરેમાંથી છુટકારો થતો હોય તે મોટી બચત થાય છે અને મહેતન પણ ઓછી કરવી પડે છે. જયારે પાકના ઉતારો પણ વીઘે ઓછામાં ઓછો 10 મણ આવે છે. જે 20 મણ સુધી જાય છે,  જે જોતા ખેડૂતોને પરંપરાગત ખેતીની આવક કરતા સૂરજ મુખીની ખેતીમાં વધારે અવાક મેળવી શક્ય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube