Local body elections: સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રહેતા હવે વહીવટદાર સંભાળશે કમાન, સરકારનો નિર્ણય

તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા હોય છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદ્દત પૂરી થયા બાદ જે તે સંસ્થાના વડા તરીકેની જવાબદારી આ અધિકારીઓની રહેશે.
 

Local body elections: સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રહેતા હવે વહીવટદાર સંભાળશે કમાન, સરકારનો નિર્ણય

હિતલ પારેખ, ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં છ મહાનગર પાલિકા અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર અને સુરત તેમજ ૩૧ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજવાની થતી હતી. જોકે કોરોના ના સમયગાળા ને કારણે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ માસ માટે મુલતવી રાખવામાં આવી છે. આથી રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું કે હાલની બોડીની મુદત પૂરી થાય પછી મુદત વધારવી કે વહીવટદાર મુકવા. જોકે સુપ્રીમ કોર્ટે આપેલા માર્ગદર્શન સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કર્યું છે કે, સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકા મા કમિશનર,જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી જ્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર નવી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી કેરટેકર તરીકે ફરજ બજાવશે. આ કેરટેકર માત્ર રોજિંદા કામગીરી જ કરશે. કોઈ નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે. કાયદામાં અને બંધારણીય રીતે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જોગવાઈ છે કે પાંચ વર્ષની મુદત પૂર્ણ થાય પછી તેમની મુદતમાં વધારો નથી કરી શકાતો. સાથે જ ચૂંટણી કરવી ફરજીયાત છે. જોકે કોરોના ની પરિસ્થિતિ ને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફેબ્રુઆરીના અંત સુધીમાં ચૂંટણી કરાવી પડશે.

ચૂંટણી સ્થગિત, વહીવટદાર સંભાળશે સત્તા
રાજ્યમાં છ મહાનગર પાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતો સહિત અનેક નગરપાલિકામાં પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થવા આવી છે. આ મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજવી ફરજીયાત છે. પરંતુ કોરોના સંકટને કારણે ચૂંટણી ત્રણ મહિના મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે મુદ્દત પૂરી થયા બાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરની વહીવટદાર તરીકે નિર્ણય કરવામાં આવશે. 

સુપ્રીમની સલાહ બાદ રાજ્ય સરકારનો નિર્ણય
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોરોના કાળમાં ત્રણ મહિના માટે સ્થગિત રાખવાન નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ પાસે માર્ગદર્શન માગ્યું હતું. સુપ્રીમ કોર્ટે પોતાના માર્ગદર્શનમાં જે તે જિલ્લા કે સ્થાનિક સંસ્થાના વડાને વહીવટદાર નિમવાનું કહ્યું હતું. 

શું હોય છે વહીવટદારની ભૂમિકા
તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા હોય છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદ્દત પૂરી થયા બાદ જે તે સંસ્થાના વડા તરીકેની જવાબદારી આ અધિકારીઓની રહેશે. સાથે દરરોજની કામગીરીનું પણ સંચાલન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news