રાજકોટ : શહેરની આરટીઓ કચેરી ખાતે રેડિયમ લગાવવા જેવી ખુબ જ નાનકડી વાતમાં એક યુવકની હત્યા થઇ ગઇ હતી. પાંચ લોકો દ્વારા સાહિલ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે યુવકનું મોત નિપજ્યું હતું. સારવાર માટે લઇ જવાયેલા યુવકનું મોત નિપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો આરટીઓ કચેરી ખાતે પહોચ્યો હતો. હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે હુમલો કરનારા યુવકોની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: હોર્ડિંગનાં કારણે એક વ્યક્તિનું મોત, બેશરમ તંત્રએ ચલકચલાણુ ચાલુ કર્યું

પાંચ શખ્સોનો ઘાતક હથિયારો સાથે ક્રુર હુમલો
આરટીઓ કચેરીમાં વહેલી સવારે સાહિલ નામના યુવકની રેડિયમ લગાવવા જેવી નાનકડી બાબતે કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઇ હતી. જે બાબતે જો કે બાદમાં સમાધાન થઇ ગયું હતું. આજે બપોરે અચાનક આરટીઓ કચેરીમાં પાંચ લોકો ઘસી આવ્યા હતા. સાહિલ પર ઘાતક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સાહિલને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આરટીઓ કચેરીમાં આવી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. 


હાર્દિક પટેલના પ્રહાર, કહ્યું- લાખો યુવાનો બેરોજગાર, ખેડૂતોની કફોડી હાલત છતાં ભાજપ ફૂંકે છે બણગા
સુરક્ષિત ગુજરાતમાં બની અપહરણની ઘટના: લાખોની ખંડણી, વેપારીને માર્યો ઢોર માર
સીસીટીવીના આધારે તપાસ
ક્રાઇમ બ્રાંચના એસીપી જગદીપસિંહ સરવૈયાએ જણાવ્યું કે, બે શખ્સો દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તો ક્રાઇમ બ્રાંચે 2 ટીમ બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ભગવતીપરાના માથાભારે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતુ. આઇવે પ્રોજેક્ટનાં સીસીટીવી આધારે તપાસ ચાલી રહી છે. સીસીટીવીમાં આરોપીઓ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube