હાર્દિક પટેલના પ્રહાર, કહ્યું- લાખો યુવાનો બેરોજગાર, ખેડૂતોની કફોડી હાલત છતાં ભાજપ ફૂંકે છે બણગા

હાર્દિક પટેલે (Hardik Patel) ગુજરાતની (Gujarat) ભાજપ (BJP) સરકાર (Government) પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ (Congress) દ્વારા ભુજમાં યોજાયેલ જન વેદના (Jan Vedna) સંમેલનમાં પ્રદેશ તેમજ જિલ્લાના આગેવાનોએ સરકાર પર ચાબખા વિંઝ્યા હતા, જનવેદના આંદોલનનું કચ્છમાં થયું હતું આયોજન

હાર્દિક પટેલના પ્રહાર, કહ્યું- લાખો યુવાનો બેરોજગાર, ખેડૂતોની કફોડી હાલત છતાં ભાજપ ફૂંકે છે બણગા

ભુજ : કોંગ્રેસ દ્વારા ભુજમાં યોજાયેલ જન વેદના સંમેલનમાં પ્રદેશ તેમજ જિલ્લાના આગેવાનોએ સરકાર પર ચાબખા વિંઝ્યા હતા. સરકાર પાસે હક્ક માગવા લોકોને જાગૃત કરવા માટે સંમેલન યોજાયું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. સ્થાનીક બેરોજગારી, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની મંદી, રોડ-રસ્તા સહિતના મુદ્દે પણ સરકારની હાર્દિક પટેલ સહિતનાં કોંગ્રેસી નેતાઓએ ઝાટકણી કાઢી હતી. ખોટા વાયદાઓ કરી રાજય સરકારે કચ્છના લોકોને વર્ષોથી છેતર્યા છે.

ભાજપ દ્વારા સૌના સાથ સૌના વિકાસનો નારો આપવામાં આવ્યો છે પરંતુ રાજય તેમજ કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં લોક પ્રશ્નોનું નિરાકરણ થઈ રહ્યું નથી. ભાજપ સરકારની નિષ્ફળતા તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ભુજ ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલ જન વેદના કચ્છમાં કમોસમી વરસાદે ખેતીક્ષેત્રે સર્જેલ તબાહીને પગલે સરકાર સત્વરે લીલો દુકાળ જાહેર કરે તે ધરતીપુત્રોના હિત માટે છે. એવો મત વ્યક્ત કરી હતી.

કચ્છના કોંગ્રેસના જનવેદના કાર્યક્રમ માં ઠેરઠેરથી લોકો આવ્યા હતા. શહેરના ઓપનએર થિયેટર ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજય તેમજ કેન્દ્ર સરકારની કામગીરી નિરાશાજનક છે. ગુજરાત રાજયમાં લાંબા સમયથી વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા હોવા છતાં ભાજપ સરકાર તેનું નિરાકરણ કરી શકી નથી.

કચ્છના ખેડૂતો, યુવાનો, નર્મદા સહિતના મુદ્દે સરકાર દ્વારા નોંધનીય કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ભુજોડી બ્રિજનું કામ વર્ષોથી અટકેલું હોવા છતાં તેને પૂર્ણ કરવામાં સરકાર અસમર્થ છે. જે ભાજપ સરકારની નિષ્ક્રીયતાનો નમુનો છે. પાનધ્રો લીગ્નાઈટ ખાણ બંધ કરવાની સાથોસાથ અન્ય ખાણમાંથી લિગ્નાઈટના કોટામાં ઘટાડો કરી સરકારે ન માત્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મંદી તરફ ધકેલ્યો છે, પરંતુ હજારો પરીવારોની રોજગારી પણ છીનવી લીધી છે.

જન વેદના સંમેલનના પ્રારંભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજાએ પ્રદેશ નેતા અગ્રણીઓ ને આવકાર્યા હતા. રેલી સ્વરૂપે સુત્રોચ્ચાંર કરીને કલેકટર ઓફીસ પહોંચ્યા અને કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news