રક્ષિત પંડ્યા/ રાજકોટઃ રવિવારે શહેરમાં લાલ બહાદુદ્ર કન્યા શાળામાં કેન્દ્ર સરકારની આયુષમાન યોજનાનું કાર્ડ કાઢી આપવાનો એક કેમ્પ લાગ્યો હતો. વણિક સમાજના લોકોને આ કાર્ડ કાઢી આપવા માટેના કેમ્પમાં ઝી 24 કલાક દ્વારા સ્ટીગ કરવામાં આવ્યું હતું. અહીં પહોંચીને જ્યારે કાર્ડ કઢાવવા માટે પુછ્યું તો હાજર વ્યક્તિએ જો દસ્તાવેજ ન હોય તો રૂ.700નો ખર્ચ થાય એવું જણાવ્યું હતું. ઝી 24 કલાકના સ્ટીંગની ઈમ્પેક્ટ પણ મોડી સાંજે થઈ હતી.  પોલીસે IPCની કલમ 409 અંતર્ગત ફરિયાદ દાખલ કરી કેમ્પના આયોજક ધીરેના શાહ સહિત  6 થી 7 લોકોની અટકાયત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાજર વ્યક્તિ સાથે વાતચીત કરતાં તેણે જણાવ્યું કે, વણિક સમાજ માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. અગાઉ અમે અમરેલી, સુરત વગેરે શહેરોમાં આ કેમ્પનું આયોજન કરી ચૂક્યા છીએ. જો તમારી પાસે પુરતા દસ્તાવેજ હોય તો રૂ.100નો ખર્ચ લાગશે. જો તમારું નામ બીપીએલ યાદીમાં ન હોય તો રૂ.700નો ખર્ચ લાગશે. વ્યક્તિએ જણાવ્યું કે, 4 આયુષમાન કાર્ડ કાઢવા માટે તમારે રૂ.2800 આપવાના રહેશે. 


નિત્યાનંદ આશ્રમ કેસઃ DPS સ્કૂલના સંચાલિકા મંજૂલા શ્રોફની સાધ્વીઓ સાથેની તસવીર વાયરલ


તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, સરકારમાં તો રૂ.30નો ચાર્જ લે છે, તમે શા માટે આટલા રૂપિયા માગો છો? પેલી વ્યક્તિએ જણાવ્યું કે, અમે અહીં બધા સાહેબોને બોલાવીએ છીએ તો તેમને પણ ખર્ચ આપવો પડે છે. આ કારણે અમે આટલો ચાર્જ લઈએ છીએ. જો રૂ.700 ચુકવો તો તમારા ઘરે આયુષમાન કાર્ડ આવી જશે. 


આ કેમ્પની મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠક્કરને જાણ થતાં તેમણે કલેક્ટર તથા જિલ્લા પંચાયતના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યો હતો અને કેમ્પના નામે કાર્ડ કાઢી આપતા લોકોને ઝડપી પાડ્યા હતા. 


અહો આશ્ચર્યમ! સ્વામિનારાયણ મંદિરના સાધુ પાસેથી 1 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ...!


રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા
આ પૈસા લેવા બાબતે આયોજકોએ એવી સ્પષ્ટતા કરી હતી કે અમો વણિક સમાજ માટે આ કેમ્પ યોજ્યો છે અને સમાજના ઉત્થાન માટે પૈસા લઇએ છીએ. ચેરમેન જયમીન ઠાકરે આ બાબતે આયોજકોને સ્પષ્ટ ચીમકી આપી હતી કે, આ સરકારની યોજના છે. કોઇ સમાજના નામે આયુષમાન કાર્ડ પૈસા લઇને કાઢવા તે ગેરકાયદેર છે. આ બાબતે કાયદેસરની કાર્યવાહી થશે. 


આ સ્ટીંગ ઓપરેશન બાદ કેમ્પના આયોજકો પાસેથી રૂ. 4 લાખની રકમ જપ્ત કરાઇ હતી. આ સમગ્ર કેસ એસ.ઓ.જી., ક્રાઇમ ડીપાર્ટમેન્ટને વધુ તપાસ માટે સુપ્રત કરી દેવાયો હતો.


પોલીસની ત્વરિત કાર્યવાહી
ઝી ૨૪ કલાકના સ્ટિંગ ઓપરેશન પછી આયુષમાન બારત કાર્ડ કાઢી આપનારા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કેમ્પના આયોજક ધીરેન શાહ, સોરઠીયા વણિક સમાજના પ્રમુખ વિજય માધાણી, કાર્ડ કાઢી આપનાર ઓપરેટર સહિત તમામ લોકો સામે IPCની કલમ 409 અંતર્ગત ઉચાપતની ફરિયાદ નોંધી હતી. પોલીસે ધીરેન શાહ સહિત 6 થી 7 લોકોની અટકાયત કરી છે. જ્યારે સુરતના ફરાર આરોપી કિશોર ગાંધીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....