રાજકોટ : રસ્તામાં ગાડીઓને રોકીને વીડિયો બનાવ્યો, વાયરલ થતા પોલીસ દોડતી થઈ
રાજકટોમાં અસામાજીક તત્વો બેફામ થયા છે. અત્યાર સુધી સુધી પુરપાટ ઝડપે ગાડીઓ દોડાવી રંજાડવામાં આવતા હતા. પરંતુ હવે ભરબજારે રોડ વચ્ચે ગાડી ઉભી રાખી અસાજીક તત્વો વીડિયો બનાવી રહ્યા છે. રાત્રિના સમયે રોડ વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિક જામ કર્યો. અને બાદમાં રાજકોટ નો રાજા સોંગ પર વીડિયો બનાવ્યો.હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral) થયો છે.જેથી પોલીસ આ યુવકોને શોધવા માટે તપાસ હાથ ધરી છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકટોમાં અસામાજીક તત્વો બેફામ થયા છે. અત્યાર સુધી સુધી પુરપાટ ઝડપે ગાડીઓ દોડાવી રંજાડવામાં આવતા હતા. પરંતુ હવે ભરબજારે રોડ વચ્ચે ગાડી ઉભી રાખી અસાજીક તત્વો વીડિયો બનાવી રહ્યા છે. રાત્રિના સમયે રોડ વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિક જામ કર્યો. અને બાદમાં રાજકોટ નો રાજા સોંગ પર વીડિયો બનાવ્યો.હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral) થયો છે.જેથી પોલીસ આ યુવકોને શોધવા માટે તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના રસ્તા પર વીડિયો (video) વાયરલ થયો છે. રાત્રિના સમયે મુખ્ય રસ્તા પર કાર ઉભી રાખી રસ્તામાં ટ્રાફિકને બે યુવકોએ રોકી રાખ્યો હતો. કાર રસ્તાની વચ્ચોવચ ઉભી રાખીને યુવકોએ કેમેરામાં શુટિંગ કર્યુ હતું. બંને યુવકો ‘રાજકોટ નો રાજા’ (rajkot ka raja) ગીત પર ડાન્સ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : સ્વ.વિઠ્ઠલ રાદડિયાને અપશબ્દો કહ્યાં, નરેશ પટેલને કોંગ્રેસી ગણાવ્યા.. વાયરલ ઓડિયોમાં બીજું શું?
વીડિયોમાં બનાવી સોશિયલ મીડિયા (social media) માં વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં માલૂમ પડ્યું કે, બીબી જાડેજા નામનો યુવક રૅપ સોન્ગ બનાવે છે. તેણે ‘રાજકોટ કા રાજા’ સોંગ બનાવી સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો છે. બીબી જાડેજાએ ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર આ આ વીડિયો અપલોડ કર્યો છે. તે બીબી મ્યૂઝિક કરીને પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.
આ પણ વાંચો : 18 સભ્યોના અમદાવાદના આ પરિવારને કેન્દ્રીય બજેટ પાસેથી અનેક આશા છે...
ત્યારે વીડિયો માટે ટ્રાફિક અટકાવીને બેસેલા આ યુવકની ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી છે. તેમજ તેની સામે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
પરંતુ સવાલ એ થાય છે ક્યાં સુધી આવી રીતે અસામાજિક તત્વો રાજકોટની પ્રજાને રંજાડશે.વીડિયો બનાવી વાયરલ કર્યો ત્યાં સુધી પોલીસ ક્યાં હતી. નાઈટ પેટ્રોલિંગના પોલીસના દાવાનું શું થયું. આ રાજકોટના અસામાજિક રાજાઓને ક્યારે સબક શીખવાડવામાં આવશે. ક્યાં સુધી રાજકોટની જનતાની આવા તત્વો મુશ્કેલી વધારશે. ક્યારે પોલીસ આવા તત્વો પર લગામ લગાવશે.
આ પણ વાંચો : રાકેશ ટિકૈતના રડવા પર સાક્ષી મહારાજનું મોટું નિવેદન, કહ્યું-દિલ્હીની સડકો પર ‘નંગા નાચ’ કરાયો