રાકેશ ટિકૈતના રડવા પર સાક્ષી મહારાજનું મોટું નિવેદન, કહ્યું-દિલ્હીની સડકો પર ‘નંગા નાચ’ કરાયો
Trending Photos
- રાકેશ ટિકૈતના રડવા પર સાક્ષી મહારાજે કહ્યું કે, રાકેશ ટિકેતે ખાલીસ્તાનીઓ પાસેથી કંઈક લીધું હોવાની દિલ્હીની ગલીઓમાં ચર્ચા થઈ રહી છે
- અસુદ્દીન ઔવેસીના ગુજરાત આગમન પર તેમણે કહ્યું કે, ઔવેસી બીજા મોહંમદી અલી જિન્ના બનવા માંગે છે
અમિત રાજપૂત/અમદાવાદ :દિલ્હીમાં થયેલી હિંસા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતના રડવા પર ભાજપના નેતા અને સાક્ષી મહારાજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લાલકિલ્લાને બાનમાં લેનારને સજા થવી જાઈએ. તિરંગાનો અપમાન કરનારને છોડવામાં નહિ આવે. 30 ફૂટ ઉંચેથી પોલીસ જવાનોને નીચે ફેંકવામા આવ્યા હતા. કેટલાક લોકો ખેડૂતોને ઉશકેરવાનું કામ કરે છે. સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. મોદી સરકારે ખેડૂતોના હિતમાં અનેક યોજના શરૂ કરી છે. વિરોધીઓ પાસે મુદ્દો ન હોવાથી ખેડૂતોને ઉશ્કેરે છે.
રાકેશ ટિકેતે ખાલીસ્તાનીઓ પાસેથી કંઈક લીધું છે
તો રાકેશ ટિકૈતના રડવા પર સાક્ષી મહારાજે કહ્યું કે, રાકેશ ટિકૈતે ખાલીસ્તાનીઓ પાસેથી કંઈક લીધું હોવાની દિલ્હીની ગલીઓમાં ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ ગેરમાર્ગે દોરી ખોટા આંદોલન ઉભા કરે છે. "ટિકૈતની હાલત ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટ કા" જેવી છે. રાકેશ ટિકૈટ કાયદાઓથી ઉપર નથી. પુરવાના આધારે દિલ્લી પોલીસે ટિકેત સામે ફરિયાદ કરી છે.
આ પણ વાંચો : સ્વ.વિઠ્ઠલ રાદડિયાને અપશબ્દો કહ્યાં, નરેશ પટેલને કોંગ્રેસી ગણાવ્યા.. વાયરલ ઓડિયોમાં બીજું શું?
દિલ્હીની સડકો પર 'નંગા નાચ' કરવામાં આવ્યો
તેમણે વધુમાં કહ્યું કે, પીએમ મોદીને વાત કરી છે, લાલ કિલ્લા પર ઘટનાને અંજામ આપનારાઓને સજા થવી જોઈએ. વિરોધીઓને ટકવા માટે જમીન નથી મળી. કેટલાક લોકો ખેડૂતોને ભડકાવી રહ્યા છે. 30 ફૂટ ઊંચાઈથી પોલીસ જવાનોને નીચે ધકેલવામાં આવ્યા હતા. દિલ્હીની સડકો પર 'નંગા નાચ' કરવામાં આવ્યો અને તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. પંજાબ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને તેમના દ્વારા જ ગેરરીતિ કરીને ખોટું આંદોલન કરવામાં આવી રહ્યું છે. પુરાવાના આધારે દિલ્હી પોલીસે ફરિયાદ કરી છે. કોંગ્રેસે ખુરશી માટે દેશના ટુકડા કર્યા છે, હિન્દુ-મુસ્લિમ તમામ પ્રધાનમંત્રી મોદી સાથે છે.
મુસ્લિમોની સંખ્યા 30 કરોડ થઈ એટલે હવે તેઓ હિન્દુઓ નાના ભાઈ બની ગયા
તો અસુદ્દીન ઔવેસીના ગુજરાત આગમન પર તેમણે કહ્યું કે, ઔવેસી બીજા મોહંમદી અલી જિન્ના બનવા માંગે છે. ઔવેસીસી રાષ્ટ્રની વાત નથી કરતા. ઓવેસી ક્યારે પણ એકતાની વાત નથી કરતા. મુસ્લિમ અલ્પસંખ્યક સમાપ્ત થવું જોઈએ. મુસ્લિમો 30 કરોડ થઈ ગયા છે, મુસ્લિમોની સંખ્યા 30 કરોડ થઈ એટલે હવે તેઓ હિન્દુઓ નાના ભાઈ બની ગયા છે. મુસ્લિમોના અલ્પસંખ્યક દરરજો સમાપ્ત થવો જોઈએ. સરકાર જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવે.
આ પણ વાંચો : હથેળીમાં સમાઈ જાય તેટલા વજનનું બાળક સુરતમાં જન્મ્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે