રાજકોટ :રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપમાં ભરત બોઘરાને લઇને વધુ એકવાર રાજકારણ ગરમાયું છે. જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરાએ સોશિયલ મીડિયા (Social Media) માં મેસેજ વાયરલ કર્યો છે, જેમાં ભાજપ નેતા ભરત બોધરા (Bharat Boghara) પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પોપટ રાજપરાએ આરોપ લગાવ્યો છે કે બોધરાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે અને સાથે જ જસદણની પેટાચૂંટણીમાં પૈસા ચાઉં કરી ગયા હતા. આ મામલે પ્રદેશ સ્તરે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સુધી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં ભરત બોધરા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ બનવા દાવેદારી કરી રહ્યા છે. જેનાથી જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદો વચ્ચે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા સંપન્ન - ક્યાંક પેપર સીલની ફરિયાદ, તો ક્યાંક ઉમેદવારો અટવાયા


આ મામલે પ્રદેશ નેતાઓએ કારવાર્યા કરવાની જરૂર છે તેવી માંગ પોપટ રાજપરા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ, વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ આ મામલે વાતચીત થી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે પણ પોપટ રાજપરાના ગંભીર આરોપોથી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube