રાજકોટ: બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવતા રહે છે. અલગ અલગ તરકીબોના કારણે ઘણી વખત પોલીસ પણ તેમની બુદ્ધી જોઇને ચોંકી ઉઠે છે. આવા સમયે રાજકોટના શાપર વેરાવળમાંથી પણ પોલીસે ટ્રકમાં ઓઇલ બેરલની આડમાં દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ લોકલ ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે દારૂ ભરેલો ટ્રકને ઝડપી લીધો છે. ટ્રકમાં ઓઇલના બેરલ રાખવામાં આવ્યા હતા. જે પ્રાથમિક દ્રષ્ટીએ ઓઇલની જઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રકમાંથી એક બેરલ ઉતારી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NRI યુવકે મોડેલ સાથે લગ્ન કર્યા અને ત્રણ વર્ષ સાથે રહ્યા પછી અચાનક એક દિવસ થયો મોટો ઘટસ્ફોટ...

પહેલા તો ટ્રકમાં જે ઓઇલ બેરલ હતા તે ખાલી હતી. જે બાદમાં ઓઇલ બેરલની વધારે તપાસ કરતા બેરલની નીચેના ભાગમાં ચોરખાનું બનાવ્યું હતું. જેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે શાપર વેરાવળથી 16 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે હરિયાણાના સુરેન્દ્રનગર ગોરા અને રાજકુમાર બૈરાગીની ધરપકડ કરી છે. આ ઉપરાંત 16 લાખનો વિદેશી દારૂ, લોખંડના બેરલ, ટ્રક મળીને કુલ 26 લાખથી વધારેનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેથી વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.


નર્મદાના 23 દરવાજા ખોલાયા, એક દરવાજામાં છે 150 હાથીની શક્તિ, જાણો કઇ રીતે કરે છે કામ?

પોલીસ દ્વારા જ્યારે ટ્રકને અટકાવવામાં આવી હતી. ડ્રાઇવરની પુછપરછ કરવામાં આવતા ખટારામાં ઓઇલ ભરેલા પીપડા હોવાનું સાણે આવ્યું હતું. જો કે પોલીસે તમામ બેરલની ઉંડાણપુર્વક તપાસ કરતા ઓઇલના લોખંડના બેરલની અંદર લોખંડની પ્લેટ બોલ્ટથી ફિટ કરવામાં આવી હતી. જેથી નીચે દારૂનો જથ્થો રાખી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર