રાજકોટમાં કોરોના ડેથમાં બ્લાસ્ટ, સવારે 19 દર્દીના મૃત્યુ, 6 દિવસમાં 89 મોત
રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ આંક 1994 પર પહોંચ્યો છે. કુલ 853 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડેથ ઓડિટ રિપોર્ટ મુજબ, છેલ્લાં 24 કલાકમાં 49 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે
રક્ષિત પંડ્યા/રાજકોટ :અમદાવાદ અને સુરતની જેમ હવે રાજકોટમાં પણ કોરોનાના કેસમાં બ્લાસ્ટ થઈ રહ્યો છે. પરંતુ રાજકોટમાં કોરોના (rajkot corona) ના રાઈઝીંગ ટ્રેન્ડમાં કોરોનાથી મૃત્યુ આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં આજે સવાર સુધી 19 દર્દીના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં 18 અને ખાનગી હોસ્પિટલમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. છેલ્લા 6 દિવસમાં રાજકોટ હોસ્પિટલમાં કોરોનાના 89 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે રાજકોટમાં સતત વધતો જતો મૃત્યુઆંક ચિંતાનો વિષય બન્યો છે.
2015 અને 2017માં જે નદીએ બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો, ત્યાં ફરી પાણી આવ્યું
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે એક જ દિવસમાં રાજકોટમાં 63 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ આંક 1994 પર પહોંચ્યો છે. કુલ 853 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડેથ ઓડિટ રિપોર્ટ મુજબ, છેલ્લાં 24 કલાકમાં 49 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. તો 20 દર્દીઓને રિકવર થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
24 કલાકમાં 12.5 ઈંચ વરસાદથી આખું આણંદ જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસ્યા
ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધીમાં 74390 કેસ નોંધાયા છે. જોકે પશ્ચિમ બંગાળ અને દિલ્હીની કરતાં ગુજરાતમાં ટેસ્ટ વધારે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં 209954 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને પશ્ચિમ બંગાળમાં 293523 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા 12 દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટ અંગે વાત કરીએ તો 60 હજારથી વધુ કેસ ધરવાતા 11 રાજ્યોમાં ટેસ્ટિંગના મામલે ગુજરાત આઠમા ક્રમે આવે છે. ઉત્તર પ્રદેશમાં ગુજરાત કરતાં ત્રણ ગણા જ્યારે બિહાર, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં બે ગણાથી વધુ ટેસ્ટ કરાયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ગુજરાત સહિતના રાજ્યોને કોરોનાના ટેસ્ટ વધારવા ટકોર પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર