રાજકોટ : કોરોનાના હોટસ્પોટ બનેલ જંગલેશ્વરની મસ્જિદના માઈકથી પહેલીવાર લોકોને અપીલ કરાઈ
રાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ ( rajkot) ના જંગલેશ્વર વિસ્તારમાં જ અત્યાર સુધી કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાંથી 7 પોઝિટિવ (corona virus) કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનોનું સેન્ટર બનેલા આ જંગલેશ્વર વિસ્તારમાં ત્રિપલ ટી સિસ્ટમ અપનાવાઈ છે. ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સિસ્ટમ અપનાવીને સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાંથી મેડિકલ કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સેમ્પલ લેવાની શરૂઆત કરાઈ છે. જંગલેશ્વર વિસ્તાર શેરી નંબર 24 થી 31 ને ક્લસ્ટર કરી દેવામાં આવ્યા છે. ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ ( rajkot) ના જંગલેશ્વર વિસ્તારમાં જ અત્યાર સુધી કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાંથી 7 પોઝિટિવ (corona virus) કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનોનું સેન્ટર બનેલા આ જંગલેશ્વર વિસ્તારમાં ત્રિપલ ટી સિસ્ટમ અપનાવાઈ છે. ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સિસ્ટમ અપનાવીને સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાંથી મેડિકલ કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સેમ્પલ લેવાની શરૂઆત કરાઈ છે. જંગલેશ્વર વિસ્તાર શેરી નંબર 24 થી 31 ને ક્લસ્ટર કરી દેવામાં આવ્યા છે. ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
જમાતીઓને કારણે ભરૂચમાં ઘૂસ્યું કોરોના, મરકજમાં હાજરી આપનાર 4 પોઝિટિવ
રાજકોટના ઇતિહાસની પ્રથમ ઘટના
રાજકોટમાં હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારની મસ્જિદ આજે ઐતિહાસિક ઘટના બની છે. શહેર પોલીસ અધિકારીઓએ જંગલેશ્વરની મસ્જિદમાંથી માઈકમાં સમગ્ર જંગલેશ્વર વિસ્તારના લોકોને અપીલ કરી હતી. રાજકોટ પોલીસે અપીલ કરતા લોકોને જણાવ્યું કે, અલ્લાહની મહેરબાનીથી સારું થઈ જશે ચિંતા ન કરો. તમારા પડોશીઓને પણ ન મળો. કોરોનાની ગંભીરતા સમજો અને લોકડાઉનનું પાલન કરો.
breaking: ગુજરાતમાં કોરોના બેકાબૂ, શુક્રવારે નવા 46 કેસનો વધારો
જંગલેશ્વર વિસ્તારની 10 શેરી ક્લસ્ટર
રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્ય વિભાગની સઘન કાર્યવાહી સતત ચાલુ છે. જંગલેશ્વર વિસ્તારની 10 શેરી ક્લસ્ટર કરી દેવામાં આવી છે. 227 ઘરમાં કુલ 962 લોકોનું સર્વે તથા મેડિકલ ચેકઅપની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હજુ પણ આ વિસ્તારમાં મેડિકલ ટીમ કામગીરી કરી રહી છે.
Photos : લોકો રસ્તા પર ન નીકળે, તેથી પોતે રસ્તા પર બેસીને જમે છે ગુજરાતના જવાનો, ખાખીને સલામ....
વધુ એક દર્દીને આજે ડિસ્ચાર્જ અપાયું
રાજકોટમાં વધી રહેલા કેસ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. રાજકોટના વધુ એક દર્દીને આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 27 માર્ચના રોજ જીતેન્દ્ર સાવલીયા નામના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે જીતેન્દ્ર સાવલિયાને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલુ હતી. રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજકોટમાં અત્યાર સુધી કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 5 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર