Photos : લોકો રસ્તા પર ન નીકળે, તેથી પોતે રસ્તા પર બેસીને જમે છે ગુજરાતના જવાનો, ખાખીને સલામ....

આમ તો પોલીસને તમામ લોકો શંકાની નજરથી અને નેગેટિવ નજરથી જ જોતા હોય છે. પરંતુ પોલીસ એ પ્રજાના રક્ષક છે એ વાત સાર્થક થતા દ્રશ્યો હાલ લોકડાઉન (lockdown) દરમિયાન રાજકોટમાં નજરે પડ્યા છે. ઝી 24 કલાક ગુજરાત પોલીસ (gujarat police) ની આ કામગીરીને સલામ કરે છે. લોકડાઉનનું યોગ્ય પાલન કરાવવું પોલીસની જવાબદારી છે, ત્યારે કેવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસના જાંબાઝ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યાં છે તે આ દ્રશ્યો બતાવે છે. 

રક્ષિત પંડ્યા/રાજકોટ :આમ તો પોલીસને તમામ લોકો શંકાની નજરથી અને નેગેટિવ નજરથી જ જોતા હોય છે. પરંતુ પોલીસ એ પ્રજાના રક્ષક છે એ વાત સાર્થક થતા દ્રશ્યો હાલ લોકડાઉન (lockdown) દરમિયાન રાજકોટમાં નજરે પડ્યા છે. ઝી 24 કલાક ગુજરાત પોલીસ (gujarat police) ની આ કામગીરીને સલામ કરે છે. લોકડાઉનનું યોગ્ય પાલન કરાવવું પોલીસની જવાબદારી છે, ત્યારે કેવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસના જાંબાઝ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યાં છે તે આ દ્રશ્યો બતાવે છે. 

1/4
image

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (corona virus) ની મહામારી ચાલી રહી છે અને આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. આ લોકડાઉનનો આજે 17મો દિવસ છે. લોકડાઉનનું યોગ્ય પાલન થાય અને લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા 24 કલાક સતત ખડેપગે રહી ફરજ બજાવવામાં આવી રહી છે.

2/4
image

શહેર ઉપરાંત હાઇવે ઉપર પણ સતત 24 કલાક પોલીસ ફરજ બજાવી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાજકોટથી 30 કિલોમીટર દૂર બામણબોર ચેકપોસ્ટ ખાતે જોવા મળેલા આ દ્રશ્યો છે. ફરજ પર પોલીસ સતત 24 કલાક જોવા મળે છે. સાથે જ બપોરના જમવા સમયે પોલીસ કર્મચારીઓ પોતાના ઘરે નથી જઇ શકતા અને એ માટે પોલીસ ચેક પોસ્ટ ખાતે જ જમવાનું જાતે બનાવી જમતા હોય છે.

3/4
image

ચેકપોસ્ટ પર પોલીસ 24 કલાક 2 શિફ્ટમાં કામ કરે છે, જેમાં એક PSI સહિત SRP, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ સહિત 25 લોકો ફરજ બજાવે છે, જે તમામ જાતે જમવાનું બનાવી જાતે જ જમે છે. સલામ છે ગુજરાતની આ ખાખીને... પોલીસ પોતે ફરજ પર રહી રાષ્ટ્ર સેવા તો કરી રહી છે, પરંતુ સાથે પોલીસ લોકોને માત્ર ઘરે રહી લોકડાઉનના નિયમનું પાલન કરવા અપીલ કરી હતી. 

4/4
image

લોકો રસ્તા પર ન નીકળે, તેથી પોતે રસ્તા પર બેસીને જમવા, રસ્તા પર સૂવા મજબૂર બન્યા છે. આજે તેમની આ કામગીરીનો સતત 17નો દિવસ છે.