ઓક્સિજન મેળવવા દર્દીએ વચલો રસ્તો શોધ્યો, ગોદડુ પાથરીને હોસ્પિટલની બહાર ઊંધા સૂઈ ગયા
- ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગઈકાલે રાત્રે એક દર્દી ગોદડું પથરીને વેઇટિંગમાં જોવા મળ્યો
- કુંડલીયા કોલેજ બહાર રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી કતારો લાગી
ગૌરવ દવે/રાજકોટ :હોસ્પિટલોમાં ઓક્સિજન, ઈન્જેક્શન, બેડ ખૂટી રહ્યાં છે. ત્યારે દર્દીની હાલત જાયે તો જાયે કહા જેવી બની ગઈ છે. આવામાં દર્દીઓ વચલો રસ્તો કાઢીને જાત સારવાર મેળવી રહ્યાં છે. ગઈકાલે રાજકોટમાં એક દર્દી હોસ્પિટલમાં બેડ ન હોવાથી ઘરેથી ખાટલો લઈને આવ્યા હતા. તો આજે રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની બહાર અજીબ દ્રશ્ય જોવા મળ્યું. મોડી રાત્રે દર્દીનું ગોદળામાં જ ઓક્સિજન લેવલ માપવામાં આવ્યુ હતું.
રેમડેસિવિરના સળગતા મુદ્દા પર હાઈકોર્ટે ગુજરાત સરકારને શું નિર્દેશ આપ્યા, જાણો
ગોદડામાં જ ઓક્સિજન લેવલ મપાયું
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા દયનિય સ્થિતિ બની રહી છે. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગઈકાલે રાત્રે એક દર્દી ગોદડું પથરીને વેઇટિંગમાં જોવા મળ્યો હતો. અહી દર્દીને દાખલ થવા લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે મોડી રાત્રે દર્દીનું ગોદડામાં જ ઓક્સિજન લેવલ માપવામાં આવ્યુ હતું. ઓક્સિજન લેવલ જળવી રાખવા દર્દી ઊંધો સૂતા હતા.
કોરોનાના દાવાનળ પર બેસેલુ અમદાવાદ ફરી ક્યારે હરતુ-ફરતુ થશે!!! બે દિવસની સ્થિતિ સૌથી વધુ ભયાનક
ઓક્સિજન આપવાનો તંત્રનો દાવો પોકળ નીકળ્યો
રાજકોટમાં રેમડેસિવિર મધ્યસ્થ કેન્દ્રમાં રેમડેસિવિરનો જથ્થો ખૂટી પડ્યો છે. ત્યારે કુંડલીયા કોલેજ બહાર રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી કતારો લાગી છે. વહેલી સવાર 4 વાગ્યાથી લોકો લાંબી લાઈનમાં ઉભા રહ્યાં છે. તંત્ર દ્વારા 24 કલાક રેમડેસિવિર ઇન્જેક્શનનું મધ્યસ્થ કેન્દ્ર કાર્યરત રાખવાનો દાવો કરાયો હતો. પરંતુ હાલ તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન આવશે તો આપવામાં આવશે તેવો જવાબ અપાય છે.
ખાનગી હોસ્પિટલોએ બળાપો ઠાલવ્યો
તો રાજકોટમાં ઓક્સિજનની ઘટને લઈ રંગાણી હોસ્પિટલના ડોક્ટર મુકેશ રંગાણીએ બળાપો ઠાલવતા કહ્યું કે, હાલ અમારે ઓક્સિજનની સપ્લાય માટે લાગવગ અથવા રિકવેસ્ટ કરવામાં આવી રહી છે. આવી જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થશે. અમે જિલ્લા કલેક્ટરને ઓક્સિજનની અછત અંગે લેખિત રજૂઆત કરી છે.