કોરોનાના દાવાનળ પર બેસેલુ અમદાવાદ ફરી ક્યારે હરતુ-ફરતુ થશે!!! બે દિવસની સ્થિતિ સૌથી વધુ ભયાનક

અમદાવાદ શહેર કોરોનાના દાવાનળ પર બેઠુ છે. ગમે ત્યારે આ વિસ્ફોટ થઈ શકે છે. અમદાવાદ (ahmedabad) માં કોરોનાના કેસની સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. આવામાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 4800 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. તો સાથે જ અમદાવાદ કોર્પોરેશનમાં મોતનો આંકડો 22 છે. 
કોરોનાના દાવાનળ પર બેસેલુ અમદાવાદ ફરી ક્યારે હરતુ-ફરતુ થશે!!! બે દિવસની સ્થિતિ સૌથી વધુ ભયાનક

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ શહેર કોરોનાના દાવાનળ પર બેઠુ છે. ગમે ત્યારે આ વિસ્ફોટ થઈ શકે છે. અમદાવાદ (ahmedabad) માં કોરોનાના કેસની સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. આવામાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 4800 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. તો સાથે જ અમદાવાદ કોર્પોરેશનમાં મોતનો આંકડો 22 છે. 

ગુજરાતમાં કોરોનાથી હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વાયરસે ગુજરાતીઓની કમર ભાંગી નાંખી છે. સતત રોજ વધતો કોરોનાનો ગ્રાફ લોકોને ડરાવી રહ્યો છે. આવામાં લોકડાઉન લાગશે કે નહિ તે બીકે લોકોની સવાર થાય છે. અમદાવાદમાં બે દિવસમાં કુલ 9452 નવા કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસનો આંક 1 લાખ 11 હજાર 146 પર પહોંચ્યો છે. સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધી રહી છે. 20 એપ્રિલે એકિટવ કેસની સંખ્યા 23995 હતી. જે ૨૧ એપ્રિલે વધીને 27727 પર પહોંચી છે. જો કે બુધવારે 919 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 76914 લોકો કોરોના મુકત થયા છે.

રેમડેસિવિરના સળગતા મુદ્દા પર હાઈકોર્ટે ગુજરાત સરકારને શું નિર્દેશ આપ્યો, જાણો 

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી 
રાજ્યમાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ બગડતી જાય છે ત્યારે અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા પણ વધતી જાય છે. છેલ્લાં 24 કલાકમાં અનેક વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલ કોમલ એન્કલેવના 80 મકાનો માઇક્રોકન્ટેમેન્ટમાં છે. એપાર્ટમેન્ટમાં કુલ 346 મકાનો છે. જો વાત કરીએ અમદાવાદની, તો દિવસે દિવસે માઇક્રોકન્ટેમેન્ટ એરિયામાં વધારો થઈ રહ્યો છે. 

IIM અમદાવાદમાં 35 સંક્રમિત
દેશની નામાંકિત સંસ્થા IIM અમદાવાદમાં કોરોનાનો કહેર વરસ્યો છે. દિન પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે IIM અમદાવાદમાં 118 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 35 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ અન્ય સ્ટાફ સહિતના 35  લોકો કોરોનાના શિકાર થયા છે. જેને લઈ કેમ્પસમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. 

રેમડેસિવિર મુદ્દે ગુજરાત સરકાર પર ગુસ્સે થઈ હાઈકોર્ટ, એમ્બ્યુલન્સ મામલે પણ ઝાટકણી કાઢી

હોસ્પિટલમાં પ્રોફેસરોને પણ કામગીરી સોંપાશે 
તો બીજી તરફ અમદાવાદમાં કથળતી પરિસ્થિત સામ DRDO દ્વારા તૈયાર થઈ રહેલી હોસ્પિટલમાં પ્રોફેસરોને પણ કામગીરી સોંપવામાં આવનાર છે. ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર ખાતે તૈયાર થઈ રહેલા 900 બેડ હોસ્પિટલમાં પ્રોફેસરો પણ ફરજ નિભાવશે. જુદી જુદી કોલેજોના 20 પ્રોફેસરોને તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ કરી દેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12553 કેસ ગુજરાત (gujarat corona) માં નોંધાયા છે. તો તેની સામે 125 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 84 હજારને પાર કરી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news