ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના બહુચર્ચિત ચકચારી સ્ટોન કિલર (stone killer) કેસમાં ગઈકાલે ચુકાદો આવ્યો હતો. જેમાં આરોપીનો બે કેસમાં નિર્દોષ છુટકારો થયો છે. બે કેસમાં સ્ટોન કિલર આરોપી હિતેશ રામાવત ઉર્ફે બાડોનો નિર્દોષ છુટકારો થયો છે. જોકે, તેના પર હજુ પણ બે કેસ ચાલુ છે. યોગ્ય પુરાવા અને શંકાના આધારે તેને નિર્દોષ છોડવામાં આવ્યો છે. જોકે, બે કેસ ચાલુ હોવાથી આરોપી (crime news) હજુ પણ જેલમાં જ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં 6 વર્ષ પહેલા હાહાકાર મચી ગયો હતો, લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા હતા. લોકો મોડી રાત્રે એકલામાં ઘરની બહાર નીકળવા પણ ડરતા હતા. કારણ હતું સ્ટોન કિલર. છ વર્ષ પહેલા એક સ્ટોન કિલર રાજકોટની ગલીઓમા ફરીને લોકોને પત્થરથી મોતને ઘાટ ઉતારતો હતો. આ કારણે રાજકોટવાસીઓ સોસાયટીઓમાં રાતે ચોકી પહેરો ગોઠવવા મજબૂર બન્યા હતા. ત્યારે જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી પંદરેક દિવસ પહેલા રાજકોટના કુખ્યાત સ્ટોન કીલરને રાજકોટ પોલીસે (rajkot police) પકડી પાડ્યો હતો. 2 જુલાઈ 2016ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેથી રાજકોટવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઈકાલે છ વર્ષ બાદ સ્ટોન કિલર કેસનો ચુકાદો આવ્યો હતો. આ સ્ટોન કિલર હિતેશ રામાવત ઉર્ફએ બાડોને બે કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : ડામરના ટેન્કરમાં છુપાવેલો દારૂ શોધવામાં પોલીસને પણ આંટા આવી ગયા, ગોધરા એલસીબીનું ઓપરેશન 


રાજકોટમાં હતો સ્ટોન કિલરનો હાહાકાર
રાજકોટના સ્ટોન કિલરે ત્રણ ત્રણ લોકોની નિર્મમ રીતે હત્યા કરી હતી. 70 દિવસ સુધી રાજકોટ પોલીસે રાત દિવસ મહેમન કરી હતી. તમામ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા હતા. આ માટે પોલીસે જાજા વેશ કરીને પણ પોતાનુ ઓપરેશન પાર પાડ્યુ હતું. આખરે 70 દિવસ બાદ સ્ટોન કિલર જામનગરથી પકડાયો હતો. જેમાં સ્ટોન કિલર ગે માનસિકતા ધરાવતો હોવાનુ સામે આવ્યુ હતું. 



સ્ટોન કિલર કેવી રીતે હત્યા કરતો 
સ્ટોન કિલર કોઈ વ્યક્તિ સૂતેલો હોય કે અર્ધબેભાન અવસ્થામાં હોય તો મોટા બેલા વડે તે વ્યક્તિની હત્યા કરી ત્યારબાદ તેનો મોબાઈલ ફોન તેની પાસેથી છીનવી લેતો હતો. સમગ્ર કેસ મામલે સરકારી વકીલે જણાવ્યું કે, મૃતક નો મોબાઇલ ફોન સ્ટોન કિલર હિતેશ પાસે હતો પરંતુ એ ફોન મૃતકનો જ છે તેનો કોઇ ઠોસ પુરાવો મૃતકના પરિવારજનો પાસે ન હતો.