રક્ષિત પંડ્યા, રાજકોટ: આખરે રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ગઈકાલે 17 બેઠકો પૈકી બે બેઠક પર અન્ય ઉમેદવારોએ બળવો કરી ફોર્મ ભર્યા હતા. જો કે, ત્યારબાદ થયેલ વાટાઘાટને લઇ આખરે સમાધાન થયું હતું અને બેંકની સ્થાપનાથી આજ સુધીમાં ક્યારે નથી બન્યું તેવું થયું છે. બેંકના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે એક પણ બેઠક પર ચૂંટણી યોજાશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના મોતના આંકડા પર ઢાંકપિછોડો કરાયો


આજ રોજ બેંકની તમામ 17 બેઠકો પર બિન હરીફ ચૂંટણી થવાનો દાવો ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કર્યો હતો. રાજકોટ જિલ્લા ભાજપના બે જૂથ આમને સામને હતા અને તાલુકા બેઠક પર વિજય સખિયાએ નારાજગી વ્યક્ત કરી ફોર્મ ભર્યું હતું. જ્યારે સરાફી બેઠક પરથી યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું હતું. બેંકના આગેવાનો ચેરમેન અને નારાજગી વ્યક્ત કરનાર બન્ને ઉમેદવાર વચ્ચે બેઠક થઇ હતી.


આ પણ વાંચો:- ચોમાસુ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર, પાણીમાં તણાયેલા ત્રણેય મૃતદેહ મળ્યા


જેમાં સમાધાન થતા આગામી 13 તારીખના રોજ બંને ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચશે તેવું નક્કી કરવામાં આવ્યું છે અને સમગ્ર ચૂંટણી બિનહરીફ જાહેર કરવા નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે બેંકના એમ.ડી તરીકે ઘનશ્યામ ભાઇ ખાટરિયાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube