ચોમાસુ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર, પાણીમાં તણાયેલા ત્રણેય મૃતદેહ મળ્યા
સતત પાંચમાં દિવસે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘ મહેર ચાલુ હતી. જુનાગાઢમાં પણ સવારથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો.
Trending Photos
જૂનાગઢ : સતત પાંચમાં દિવસે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘ મહેર ચાલુ હતી. જુનાગાઢમાં પણ સવારથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા રાજકોટનાં પડધરી ગામે ભારે વરસાદમાં છેલ્લી ઘોડી ગામમાંથી 3 વ્યક્તિઓ સાથેની એક ગાણી તણાઇ હતી. આ લોકો પૈકી 2 ના મૃત દેહ મળી આવ્યા હતા. જો કે એક મૃતદેહની લાંબા સમયથી શોઘખોળ ચાલી રહી હતી. એક મૃતદેહ ગઇ કાલે મળ્યો હતો જ્યારે બીજો આજી 3 ડેમમાંથી મળી આવ્યો હતો. જ્યારે એક યુવાન ગુમ હતો. જેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢઆળા ગામે મોજ નદીમાં આવેલા પુરના કારણે ગામનો મુખ્ય રસ્તો ધોવાઇ ગયો હતો. અનેક જગ્યાએ મોટા ગાબડા પડી જતા ગાડી પસાર ન થઇ શકે તેવી સ્થિતી સર્જાઇ હતી. જો કે આ અંગે સરપંચે કહ્યું કે, તંત્રને અનેકવાર રજુઆતો છતા પણ તંત્ર દ્વારા પુલનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.
સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં જળાશયોમાં નવા નીર
સૌરાષ્ટ્રમાં સતત પાંચ દિવસથી અનરાધાર વરસાદ પડતા મોટા ભાગનાં ડેમ ભરાઇ ગયા છે અથવા તો ભરાવાની તૈયારીમાં છે. નવા નીરની આવકનાં કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. જામકા, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘ મહેરનાં કારણે મોટે ભાગે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે