બેફામ નબીરા છે કે પોલીસ? રાજકોટમાં PSI એ દારૂના નશામાં કિશોરીને અડફેટે લીધી
Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત.....સાયકલ સવાર 17 વર્ષની કિશોરીને લીધી અડફેટે....કાર સવાર પોલીસકર્મી દારૂના નશામાં હોવાનો દાવો....ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી યુનિવર્સિટી પોલીસે પોલીસકર્મીની કરી અટકાયત
Drink And Drive દિવ્યેશ જોશી/રાજકોટ : અમદાવાદમાં ઓવર સ્પીડમાં કાર ચલાવી અનેકનો જીવ લેવાયાની ઘટના બાદ ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય બની છે. તેમજ રોડ પર બેફામ વાહનો ચલાવી પોતાના અને લોકોના જીવ પર જોખમ ઉભુ કરી રહેલા અનેક વાહન ચાલકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરીને ઓવરસ્પિડ અને ડ્રક્સ એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પરંતું રાજકોટમાં એક પોલીસ કર્મીએ જ અકસ્માત સર્જ્યો છે. પોલીસ કર્મચારીએ દારૂના નશામાં છાટકા થઈને અકસ્માત સર્જીયને 17 વર્ષની કિશોરીને અડફેટે લીધી હતી. એટલુ જ નહિ, દારૂડિયા PSIએ સાયકલ ચલાવતી કિશોરીને અડફેટે લીધા બાદ બેશરમની જેમ સિગરેટ પીતો હતો. જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે પોલીસકર્મીએ અકસ્માત સર્જયો હતો. યુનિવર્સિટીના ગેટ પાસે સાયકલ લઈને જઈ રહેલી 17 વર્ષીય કિશોરીને પીએસઆઈ લક્ષ્મીનારાયણની કારે અડફેટે લીધી હતી. અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા લક્ષ્મીનારાયન વ્યાસ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનું અકસ્માતમાં ભોગ બનનાર અને અકસ્માત જોનાર લોકોનો આક્ષેપ છે. ફરિયાદમાં પણ ભોગ બનનારના ભાઈએ પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે સદનસીબે કિશોરીને સામાન્ય ઇજા પહોંચી હતી.
રાજસ્થાન હોસ્પિટલની આગના Exclusive CCTV, જુઓ કેવી રીતે બેઝમેન્ટમાં લાગી હતી આગ
નશાની હાલતમાં બેફામ બનેલા કાર ચલાવનાર પોલીસકર્મી વિરૃદ્ધ કાર્યવાહી કરાઈ હતી. યુનિવર્સિટી પોલીસે પોલીસકર્મીની અટકાયત કરી હતી. કાર ચાલક પીએસઆઈ લક્ષ્મીનારાયણ વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધવામાં આવ્યો. છે. પીએસઆઈ સામે ૩૦૮, ૩૩૭, ૨૭૯ સહિતની કલમ લગાડવામાં આવી છે. અકસ્માત સર્જનાર પીએસઆઈ હાલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીની જેમ જોવા મળ્યો.
96 હજાર ફોલોઅર્સ ધરાવતો જાફર રીલ્સના ચક્કરમા છાકટો થયો, યુવતીએ ચાલુ ગાડીએ હાથ છોડ્યા
દારૂ પીધેલી હાલતમાં પીએસઆઈએ અકસ્માત સર્જ્યાના કેસમાં ACP ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે ભુજ પોલીસના પીએસઆઈ દ્વારા દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. પોલીસે તાત્કાલિક પહોંચીને આરોપીની અટકાયત કરી હતી.
પીએસઆઇ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવતા અને ઘટનાની ગંભીરતા જોતા કલમ 308 એટલે કે સાપરાધ મનુષ્યવધનો પ્રયાસ,185 ડ્રીંક એન્ડ ડ્રાઇવ સહિતની કલમો ગુનામાં ઉમેરવામાં આવી છે. એક તરફ DGPના આદેશથી રાજ્યમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને બેફામ કાર ચાલકો વિરૃદ્ધ ડ્રાઇવ ચાલી રહી છે અને બીજી તરફ પોલીસકર્મી જ આ રીતે બેદરકારીથી કાર ચલાવે તે ખૂબ જ ગંભીર બાબત છે.
અમદાવાદમાં ફરી અગ્નિકાંડ : રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના, હાઈકોર્ટની ફટકારો બાદ હોસ