જનેતાએ મરતા પહેલા પાંચ લોકોને જીવન દાન આપ્યું, પરિવારે પુષ્પવર્ષા કરીને માતાને વિદાય આપી
Mothers Day : રાજકોટમાં માતૃ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ...માતૃદિવસે બ્રેન્ડ ડેડ માતાના 5 અંગોનું કર્યું દાન-... કિડની, લીવર અને સ્કિનનું કરાયું દાન..અંગદાનથી 5 લોકોને જીવનદાન મળ્યું..
Rajkot News : આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ છે. કહેવાય છે કે મા એ મા બીજા વગડના વા. માતાની તોલે કોઈ ન આવે. રાજકોટના ગુલાબ વાટીકામાં રહેતા મધ્યમવર્ગીય પરિવારની મહિલાએ મૃત્યુ પછી પણ પાંચ લોકોને જીવનદાન આપ્યું છે. પરિવાજનોએ પુષ્પ વર્ષા કરીને તેમને વિદાય આપી હતી. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌ કોઇની આંખોમાં આવી ગયા આંસુ હતા.
આજે માતૃ દિવસ છે. કહેવાય છે કે માતાનું જીવન જ હંમેશા બીજા માટે વરદાન રૂપ હોય છે, ત્યારે આજે એ સાબિત પણ થઈ ગયું. રાજકોટમાં નિરૂપાબેન જાવિયા નામના મહિલાના અંગોનું દાન તેમના પરિવારજનોએ કર્યું હતું અને પાંચ લોકોને નવી જિંદગી આપી હતી. નીરૂપાબેનનું ગઈકાલે જ બ્રેનડેડ થઈ ગયું હતું. ત્યારે આજે પરિવાર દ્વારા નિરૂપાબેનના કિડની, લીવર, સ્કીન સહિતના પાંચ અંગોના દાન કર્યું હતું.
જે દીકરાને ભણવા કેનેડા મોકલ્યો હતો, તેનો સફેદ કપડામાં વીંટળાયેલો મૃતદેહ પાછો આવ્યો
શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે તેમના અંગોનું દાન કરાયું હતું. નિરૂપાબેનની વિદાય પ્રસંગે પરિવારજનો મોટી સંખ્યામાં આજે ખાનગી હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને નિરૂપાબેનના અંગોનું જ્યારે રાજકોટ વોકાર્ડ હોસ્પિટલથી અમદાવાદ ગ્રીન કોરિડોર અંગો પહોંચાડવામાં આવ્યા હતા. નિરુપાબેન પર પુષ્પવર્ષા કરી હતી. આ સમયે પરિવારમાં ઘણા ભાવુ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
દ્વારકાધીશ મંદિર પર આવનારું મોટું સંકટ ટળી જશે? પુરાતત્વ વિભાગ આવ્યું એક્શનમાં
સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે નિરૂપાબેનનાં પતિ, દીકરી અને દીકરાએ અને વહુએ જણાવ્યું હતું કે, મારી માતાનું જીવન હંમેશા બીજાને ઉપયોગી થવા માટેનું રહ્યું છે. તેમને હંમેશા બીજા લોકોને કેમ ઉપયોગી થવાય એ એમના માટે જ પોતાનું જીવન ખર્ચી નાંખ્યું છે. તેમના સંતાનોને પણ તેઓએ હંમેશા બીજાને ઉપયોગી થવા માટે જ શીખવ્યું છે અને એ સંસ્કાર આપ્યા છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ નિમિત્તે તેમની માતાના અંગોનું દાન કર્યું છે.
તો પરિવારની અન્ય મહિલાઓએ કહ્યું હતું કે આ ક્ષણ તેમના પરિવારજન ગુમાવ્યા એમનું દુઃખ છે. તો બીજી તરફ તેમના પરિવાર જન થકી પાંચ લોકોને નવી જિંદગી મળશે તેમની ખુશી પણ છે. રાજકોટ પોલીસ હોસ્પિટલ અને પરિવારના સહયોગથી પાંચ લોકોને જિંદગી મળી છે.
આ મુખ્યમંત્રીએ દિલ જીતી લીધું, દીકરાની સારવાર માટે સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ ન કર્યો