કોઈનો જીગરનો ટુકડો, કોઈના વ્હાલસોયા... ગેમ રમવા ગયા હતા અને કફનમાં વીંટાળીને પરત ફર્યાં
Rajkot fire latest update : અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર લોકોની DNAથી ઓળખ પ્રક્રિયા.. ઉપલેટા અને ગોંડલના બે વ્યક્તિની ઓળખ બાદ કરાયા અંતિમ સંસ્કાર... તો હજુ સિવિલ હોસ્પિટલ પર અનેક પરિવારો રિપોર્ટની રાહમાં...
Rajkot Fire Tragedy : શનિવારે સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. આજે સવારથી ધીરે ધીરે DNA ના રિપોર્ટ આવી રહ્યાં છે. જેમ જેમ DNA રિપોર્ટ આવે છે, તેમ મૃતદેહની ઓળખવિધિ કરીને પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે ઉપલેટા અને ગોંડલના બે વ્યક્તિની ઓળખ બાદ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તો હજુ સિવિલ હોસ્પિટલ પર અનેક પરિવારો રિપોર્ટની રાહમાં છે.
એ 28 લોકો, જેઓ મોતેને ભેટ્યા છે, તેમના પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છે. હવે તેમણે તેમના સ્વજનો પરત આવે તેવી કોઈ આશા લાગતી નથી. પરંતુ હવે ધીરે ધીરે કફનમાં લિપટાયેલા મૃતદેહો તેમના ઘરે આવી રહ્યાં છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા બની રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનોને પોતાના સ્વજનો માટે પણ DNA મેચ કરાવવાની જરૂર પડી હતી, એટલી ક્ષતવિક્ષત હાલત મૃતદેહની થઈ ગઈ હતી. ઘટના બાદથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતું હાથમાં આવ્યા મૃતદેહો. જેમના પરિવારોને મૃતદેહો સોંપાયા છે, તે તમામ લોકોની આંખો ભીની હતી, પરિવારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. કોઈનો જીગરનો ટુકરો, કોઈના વ્હાલસોયા... ગેમ રમવા ગયા હતા અને કફનમાં વીંટાળીને પરત ફર્યાં છે.
વાવાઝોડું ત્રાટક્યું : રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી, ગુજરાતમાં પણ દેખાવા લાગી અસર
હાઈકોર્ટે અગ્નિકાંડમાં સરકારની ઝાટકણી કાઢી : 4 વર્ષમાં 6 મોટી ઘટના, તંત્રએ શું કર્યુ
આ સીસીટીવી ફૂટેજ છે રાજકોટ ગેમઝોન આગના પુરાવા, વેલ્ડીંગના એક તણખાએ વિનાશ નોતર્યો