આ સીસીટીવી ફૂટેજ છે રાજકોટ ગેમઝોન આગના પુરાવા, વેલ્ડીંગના એક તણખાએ વિનાશ નોતર્યો
Rajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે... જ્વલનશીલ સામગ્રી પાસે જ વેલ્ડિંગ કામ કરતા ભડકી હતી આગ... વેલ્ડિંગના તણખાથી વિકરાળ બની આગ...
Trending Photos
Rajkot Fire Tragedy : રાજકોટના આગકાંડમાં 28 લોકો હોમાયા બાદ ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે. પોલીસે માત્ર સંચાલકો સામે જ ફરિયાદ નોંધી છે, પરંતું એક પણ સરકારી વિભાગને જવાબદાર ગણાવાયો નથી. ત્યારે હવે રાજકોટ આગકાંડથી ગુજરાતની દરેક દુર્ઘટનાની જેમ સવાલો ઉઠી રહ્યાં છે. આ વચ્ચે રાજકોટ આગકાંડમાં ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નીચે જ્વલનશીલ સામગ્રી હોવા છતાં કેવી રીતે ઉપર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. એક તણખું પડતાં જ એક મિનિટમાં વિકરાળ આગ લાગી હતી, અને વિનાશ સર્જાયો હતો.
આગ બૂઝવવા સ્ટાફે મહેનત કરી, પણ કામ ન આવી
રાજકોટ TRP ગેમ ઝોનના અગ્નિકાંડના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી ફુટેજ દુર્ઘટનાના મોટા પુરાવા બની રહ્યાં છે. જેમાં વેલ્ડીંગ કરતા સમયે આગ લાગી હોવાનું દેખાયું છે. વેલ્ડીંગના તણખા ખરતા સીસીટીવીમાં દેખાયા છે. આગ ઓલવવા માટે TRPનો સ્ટાફ જહેમત કરતો પણ જોવા મળ્યો, પરંતું લાકડાની પ્લાય પર તણખા પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વેલ્ડીંગના તિખારા ઝરતા આ આગ લાગી હતી. તિખારા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઇ ગઇ હતી.
ગોંડલના સત્યપાલસિંહ જાડેજાડાના DNA મેચ થતા અંતિમ સંસ્કાર કરાયા
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં હવે મૃતકોના DNA સેમ્પલના રિપોર્ટ આવી રહ્યાં છે. હાલના અપટેડ અનુસાર, ત્રણ લોકોના DNA સેમ્પલ મેચ થયા છે. સત્યપાલસિંહ જાડેજા, સુનિલ હસમુખલાલ સિદ્ધપુરા, જિજ્ઞેશ કાળુભાઈ ગઢવીના DNA સેમ્પલ મેચ થયા છે. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ખરેડાના DNA મેચ થતા વહેલી સવારે પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભારે હૈયે સત્યપાલસિંહને વિદાય અપાઈ હતી. જાડેજા પરિવારના નાના દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે