ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીમાં ભારે રસાકરીભર્યો જંગ વચ્ચે આખરે ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ-બેડી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલનું પરિણામ જાહેર થયુ છે. રાજકોટ માર્કેયિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 3 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 14માંથી માત્ર 1 વેપારી બેઠકમાં કોંગ્રેસની જીત થઈ છે. જોકે, આ ચૂંટણી બાદ જયેશ રાદડિયાનો પિતાની જેમ જ સહકારી ક્ષેત્રે મોટો દબદબો હોવાનો ફરી એકવાર સાબિત થયું છે. ભાજપની જીત પર ઢોલ વગાડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ બેઠક પર ભાજપ સમર્થિત વેપારી હિત રક્ષક સમિતીના ઉમેદવારો વિજેતા બન્યા છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકમાં 32 ઉમેદવારના ભાવીનો ફેંસલો આજે થયો હતો. તો કોંગ્રેસ પ્રેરિત વેપારી વિકાસ પેનલના ઉનેદવાર અતુલ કમાણીનો વિજય થયો છે. વેપારી વિકાસ પેનલના ઉમેદવાર કિશોર દોંગાએ 1 મતથી હાર થતા રિ-કાઉન્ટીંગની માંગ કરી છે. 


આ પણ વાંચો : માનવામાં ન આવે તેવી ઘટના ગુજરાતના નાનકડા મંદિરમાં બની, શિવલિંગને ફરતે વીંટળાઈ ગયો સાપ


ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત આખી પેનલ વિજેતા
વિજય કોરાટ, ભરત ખૂંટ, વસંત ગઢિયા, હઠીસિંહ જાડેજા, જયેશ પીપળિયા, જયંતી ફાચરા, જયેશ બોઘરા, હિતેષ મેતા, હંસરાજ લીંબાસીયા, જીતેન્દ્ર સખીયા


ભાજપ પ્રેરિત સહકાર પેનલ 13 વિજેતા અને 2 બેઠકો બિનહરીફ થતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે જયેશ રાદડિયાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે, આ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂત લક્ષી કામ કરવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. ખેડૂતોના હિતમાં જ નિર્ણય થશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. દર વર્ષે ટેકાના ભાવમાં વધારો પણ કરવામાં આવે છે. તમામ જણસીઓ ટેકાના ભાવે રાજ્ય સરકાર ખરીદી કરે છે. લાભ પંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. 


આ પણ વાંચો : ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિ માટે મૂકાયા નિયમો, સરકારે કરી આ જાહેરાત 


રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડની ગઈકાલે ભારે રસાકસી ચૂંટણી યોજાઈ હતી. વર્ચસ્વની લડાઈ વચ્ચે 95% મતદાન થયું હતું. જેની જવાબદારી ભાજપે જયેશ રાદડિયાને સોંપી હતી. મતદાન સમયે જ ભાજપની જીત નિશ્વિત હોવાનો જયેશ રાદડિયાએ દાવો કર્યો હતો. ગઈકાલે ચૂંટણીમાં ખેતી વિભાગમાં 95.41 ટકા મતદાન થયું હતું. તો વેપારી વિભાગમાં 94.91 ટકા મતદાન થયું હતું.