ધોમધખતા તાપથી રાજકોટવાસીઓને રાહત, બપોરે બંધ રહેશે તમામ ટ્રાફિક સિગ્નલ
આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રવિવાર સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. ધોમધખતા તાપમાં બહાર નીકળવુ પણ મુશ્કેલ છે, આવામાં મજબૂરીવશ અનેક લોકોને કામ અર્થે બહાર જવુ પડે છે. આવામાં લાંબી અવધિના ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહેવુ મુશ્કેલ બને છે. જેમાં રાજકોટમાં હીટવેવને કારણે નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે. રાજકોટમાં બપોરે 1થી 4 દરમિયાનમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
નવનીત લશ્કરી/રાજકોટ :આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રવિવાર સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. ધોમધખતા તાપમાં બહાર નીકળવુ પણ મુશ્કેલ છે, આવામાં મજબૂરીવશ અનેક લોકોને કામ અર્થે બહાર જવુ પડે છે. આવામાં લાંબી અવધિના ટ્રાફિક સિગ્નલ પર ઉભુ રહેવુ મુશ્કેલ બને છે. જેમાં રાજકોટમાં હીટવેવને કારણે નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે. રાજકોટમાં બપોરે 1થી 4 દરમિયાનમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવાથી ચામડી દાઝે છે
આગામી 4 દિવસ ગુજરાતમાં ગરમીમાંથી કોઈ રાહત નથી મળવાની. તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે. તો અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં હીટવેવની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ હીટવેવની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં આકરી ગરમી પડશએ. આવામાં તડકામાં બહાર નીકળતા લોકોને ચક્કર આવી જાય છે. ધોમધકતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા લોકો રીતસરના શેકાઈ જાય છે. જેટલો સમય ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહો છે, તેટલી વાર ચામડી દાઝે છે. આ કારણે રાજકોટમાં બપોરના 1 થી 4 કલાક દરમિયાન ટ્રાફિક સિગ્નલ સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાહનચાલકોને ગરમીની હાલાકી નિવારવા ટ્રાફિક સિગ્નલો બપોરે 1થી 4 બંધ રહેશે.
આ પણ વાંચો : ગુજરાત સ્થાપના દિન : ગાંધીજી ગુજરાતી...મોદીજી ગુજરાતી... ગુજરાતીઓએ પોતાની આવડતથી કાંઠુ કાઢ્યું
સૌરાષ્ટ્રભરમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે સોરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. જેમાં સૌથી વધુ તાપમાન રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. જેમાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ તાપમાન નોંધાયુ હતું.
રાજકોટના જુદા જુદા વિસ્તારમાં તાપમાન
બપોરના સમયે ત્રિકોણબાગ વિસ્તારમાં 43.83 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો નાનમૌવામાં 37.72 ડિગ્રી, માધાપર ચોકડીમાં 37.92 ડિગ્રી, કોઠારિયામાં 37.89 ડિગ્રી, મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં 40.98 ડિગ્રી તથા ગ્રીનલેન્ડ ચોકમાં 37.90 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
આ પણ વાંચો :
અમદાવાદના આ 2 કેફેની બહાર પીઝાની જેમ વેચાતુ હતું ડ્રગ્સ, નબીરાઓને ટાર્ગેટ બનાવાતા