રાજકોટ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે. રાજકોટમાં દારૂની હેરાફરીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે હિરાસર GIDCમાં દારૂનો જથ્થો ઝડપાયો છે તેમજ એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે. રાજકોટમાં એક જ દિવસ બે ટ્રક ભરીને દારૂ પકડાયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે હીરાસર GIDCમાં 800 પેટી દારૂ પકડ્યો તો એરપોર્ટ પોલીસે પણ ઘાસની આડમાં જતા દારૂના જથ્થા સાથે ટ્રક પકડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં દારૂનું દૂષણ ડામવા પોલીસ સક્રિય બની છે. ZEE 24 કલાકની મુહિમ આખરે રંગ લાવી છે. ZEE 24 કલાકની મુહિમ બાદ આજે બે ટ્રક ભરીને દારૂ પકડાયો છે. રાજકોટમાંથી પોલીસે 2 ટ્રક ભરીને દારૂ પકડ્યો છે. જેમાં અનેક જગ્યાએ દરોડા પાડી લાખોનો દારૂ પકડાયો છે. ZEE 24 કલાકની મુહિમ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને ધડાધડ દરોડા પાડી રહી છે. આ સાથે જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આભાર માન્યો છે.


આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!


મહત્વનું છે કે, ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા જોવા મળે છે ત્યારે પોલીસ એક્શન મોડમાં આવીને આજે રાજકોટમાં એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે. તેમજ હિરાસર GIDCમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડી દારૂ ઝડપી પાડ્યો છે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં ફિલ્મ 'સ્પેશ્યલ-26' જેવી ઘટના! રેડના નામે જાણો કેવી રીતે થઈ દિલધડક લૂંટ


સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા 
આજે રાજકોટમાં ફરી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડ્યાં છે. જેમાં હિરાસર GIDCમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. SMCએ દારુના જથ્થાની ગણતરી શરૂ કરી છે.


આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તિમય માહોલ, ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો!


રાજકોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ 
રાજકોટમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરાયો છે. એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ બાદ એરપોર્ટ પોલીસને સફળતા હાથે લાગી છે. એરપોર્ટ પોલીસને તપાસ દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો છે.